તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્ષેપ:દુબઈથી પતિ દ્વારા ફોન પર ત્રિપલ તલાક આપ્યાનો મહિલાનાે આક્ષેપ

લુણાવાડાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લુણાવાડાની મહિલાની પોલીસમાં અરજી

લુણાવાડા તાલુકાની એક લઘુમતી મહિલાને સાઉદી દુબઇ રહેતા પતિ દ્વારા ફોન પર જ તલાક તલાક તલાક બોલી છૂટાછેડા આપવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે લુણાવાડાના મધવાસ દરવાજા વિસ્તારમાં રહેતા લધુમતિ સમાજના અેક યુવકના ત્રણ વર્ષ અગાઉ લુણાવાડાની તેમનાજ સમાજની મહિલા સાથે લગ્ન થયા હતા.

લગ્નના અંદાજિત દોઢ મહિના બાદ પતિ દુબઈ કમાવા અર્થે ગયો હતો. એક વર્ષ બાદ પત્નીઅે બાળકને જન્મ આપ્યો હતો. જે આજે બે વર્ષનો બાળક છે ત્યારે બાળકનું મો પણ તેના પિતાઅે જોયું નથી ને લગ્નના ત્રણ વર્ષ બાદ પત્નીને દુબઈથી ફોન ઉપર ત્રિપલ તલાક આપી દેવામાં આવતા મહિલા પર આભ તુટીપડ્યું હતું. જેથી લઘુમતી મહિલા તેના પિતાના ઘરે તેના બાળક સાથે આવી ગઈ હતી. અને લુણાવાડા પોલીસ મથકે અરજી આપી યોગ્ય કાર્યવાહી માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો