તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહીસાગરમાં પંચાયત ચૂંટણી માટે તંત્ર સજ્જ:લુણાવાડા તાલુકા પંચાયતની 26 બેઠકમાં 48 ફોર્મનો ઉપાડ, કોવિડ-19 પ્રમાણે ચૂંટણી પ્રક્રિયા યોજાશે

લુણાવાડાએક મહિનો પહેલા
 • કૉપી લિંક

મહીસાગર જિલ્લા પંચાયત અને છ તાલુકા પંચાયતોની ચૂંટણી યોજવા મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. સોમવારથી શરૂ થયેલ ફોર્મ વિતરણ અંતગર્ત લુણાવાડા તાલુકા પંચાયતની 26 બેઠકમાં 48 ફોર્મનો ઉપાડ થયો હતો. જ્યારે અન્ય તાલુકા પંચાયતની બેઠકોના ફોર્મ માટે ધસારો રહ્યો હતો.

મહીસાગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણી આગામી તા.28 ફેબ્રુ.ના રોજ યોજવાની છે. જેમાં ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત સોમવારથી થઇ ગઇ છે ત્યારે આ ચૂંટણીઓ મુક્ત, ન્યાયી અને તટસ્થ માહોલમાં યોજાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવાઇ હોવાનું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આર. બી. બારડે જણાવ્યું છે. કોરોનાની પરિસ્થિતિમાં કોવિડ-19ની ગાઇડલાઇન સાથે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા યોજાશે.

સોમવારથી વિધિવત જાહેરનામું પ્રસિધ્ધ કરી ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થઇ છે. જેમાં લુણાવાડા તાલુકા પંચાયતની 26 બેઠકો માટે 48 ફોર્મનો ઉપાડ થયો હતો. જ્યારે અન્ય તાલુકા પંચાયતની બેઠકો પર પણ ફોર્મ માટે ઉમેદવારોનો ધસારો રહ્યો હતો. આ ચૂંટણીમાં કોવિડ પોઝીટીવ વ્યક્તિ ઉમેદવારી કરવા માંગતા હોય તેમના વતી તેમના ટેકેદાર કે દરખાસ્ત કરનાર વ્યક્તિ પણ ઉમેદવારી પત્ર ભરી શકે છે. આદર્શ આચારસંહિતાનું ચુસ્ત પાલન થાય તે માટે નોડલ ઓફિસરની નિમણૂક કરાઇ છે.

જિલ્‍લા પંચાયતની ચૂંટણી લડતા ઉમેદવારો રૂા. 4 લાખ સુધીનો અને તા.પંચાયતની ચૂંટણી લડતા ઉમેદવારો રૂા.2 લાખ સુધીનો ખર્ચ કરી શકશે. કલેક્ટરે મતદારોને આ ચૂંટણીઓમાં શાંતિપૂર્ણ માહોલમાં ઉત્સાહપૂર્વક મતદાન કરી લોકશાહીના પર્વની સારી રીતે ઉજવણી કરવાની અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો