તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિજયની ખુશી:લુણાવાડા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભોજા-3 બેઠક પર પત્નીએ જીત મેળવી પણ વિજય સરઘસ પતિનું નીકળ્યુ

લુણાવાડા2 મહિનો પહેલા
જીતના સમાચાર મળતાંની સાથે જ સમર્થકોએ ઉજવણી શરુ કરી દીધી હતી
  • ભાજપના ઉમેદવાર ભાવનાબેન પટેલ જીતના અડધો કલાક બાદ ઉજવણી કરવા પહોંચ્યા હતાં ઉમેદવારના પતિ યોગેશભાઈએ પત્ની ભાવનાબેનને હાર પહેરાવીને વધાવી લીધા

ગુજરાતમાં જિલ્લા અને તાલુકા પંચાયત સહિત નગર પાલિકાઓના પરિણામો જાહેર થઈ રહ્યાં છે. ત્યારે જીતેલા ઉમેદવારો પોતાના સમર્થકો અને કાર્યકરો સાથે ઉજવણી કરી રહ્યાં છે. આ ઉજવણીમાં મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકા પંચાયતની ભોજા-3 બેઠક પર એક રસપ્રદ બાબત જોવા મળી છે. લુણાવાડાની સાયન્સ કોલેજમાં મતગણતરી કેન્દ્ર પરથી જીતેલા ઉમેદવારો ઉજવણી માટે બહાર આવી રહ્યાં હતાં. આ ઉમેદવારોમાં ભાજપના ઉમેદવાર ભાવનાબેન પટેલ પણ હતાં. જેઓ ભોજા-3 બેઠક પરથી તાલુકા પંચાયતની ચૂંટણી જીત્યાં છે. અહીં રસપ્રદ બાબત એ હતી કે જીત ભાવના બેનની થઈ હતી અને વિજય સરઘસ તેમના પતિ યોગેશ પટેલનું નીકળ્યું હતું.

ભોજા-3 બેઠક પર વિજયી બનેલા ભાજપના ઉમેદવાર ભાવનાબેન અને તેમના પતિ યોગેશભાઈ પટેલ
ભોજા-3 બેઠક પર વિજયી બનેલા ભાજપના ઉમેદવાર ભાવનાબેન અને તેમના પતિ યોગેશભાઈ પટેલ

સમર્થકો અને કાર્યકરોએ ઉજવણી શરુ કરી દીધી
ભોજા-3 બેઠક પર ભાજપના ઉમેદવાર ભાવનાબેન પટેલ ચૂંટણી જીતી ગયાં હતાં. તેની જાણ થતાં જ તેમના સમર્થકો અને કાર્યકરોએ ઉજવણી શરુ કરી દીધી હતી. આ સમયે ગણતરી સ્થળ પર ભાવનાબેનના પતિ યોગેશભાઈ અને તેમના ટેકેદારો હાજર હતાં. જેવી ભાવના બેનના વિજયની જાહેરાત થઈ કે તરત જ તેમના પતિને ટેકેદારો અને સમર્થકોએ ખભે બેસાડીને કોલેજથી લઈને APMC સુધી ઢોલ સાથે વિજય રસઘસ કાઢ્યું હતું. આ જોઈને એવું લાગતું હતું કે જાણે યોગેશભાઈ જાતે ચૂંટણી જીતી ગયાં છે.

સમર્થકો અને ટેકેદારોએ યોગેશભાઈને કોલેજથી લઈને APMC સુધી ખભે બેસાડીને વિજય સરઘસ કાઢ્યું
સમર્થકો અને ટેકેદારોએ યોગેશભાઈને કોલેજથી લઈને APMC સુધી ખભે બેસાડીને વિજય સરઘસ કાઢ્યું

જીત મેળવ્યાના અડધો કલાક બાદ પત્ની ઉજવણી કરવા પહોંચી
ભોજા-3 બેઠક પર પોતાની જીત મેળવ્યાના સમાચાર મળ્યાના અડધો કલાક બાદ ભાવનાબેન ઉજવણી કરવા પહોંચ્યા હતા. જ્યાં તેમને તેમના પતિ યોગેશભાઈએ હાર પહેરાવ્યો હતો અને પરિવારજનો તથા સમર્થકો સાથે ઉજવણી કરી હતી. સામાન્ય રીતે ગામડામાં સરપંચ અને તાલુકા કે જિલ્લા પંચાયત, નગરપાલિકાઓમાં જીતેલા પ્રતિનિધિ વતી તેમના પતિ જ સક્રિય પણે મોટાભાગની કાર્યવાહીમાં ભૂમિકા ભજવતા હોય છે. જોકે આજે તો પહેલા દિવસે જીતનો દિવસ પતિનો હોવાનું સાબિત થયું.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો