કોરોનાનો કહેર:બાલાસિનોરના કન્ટેન્મેન્ટ ઝોનની મુલાકાત લેતા મુખ્ય જિ. આરોગ્ય અધિકારી

લુણાવાડા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર એસ. બી. શાહે બાલાસિનોર તાલુકાના ખાંડીવાવ અને કોતરબોર ગામ તેમજ બાલસિનોરના કન્ટેઇનમેન્ટ ઝોનની મુલાકાત લીધી હતી. તેમની સાથે આરોગ્ય વિભાગના તબીબો પણ જોડાયા હતા. મુલાકાત દરમિયાન કન્ટેઇનમેન્ટ ઝોનમાં આવેલા ઘરોની મુલાકાત લઈને આયુર્વેદિક ઉકાળો, આર્સેનિક આલ્બની ગોળીઓ મળી છે કે નહીં તેની જાણકારી મેળવી આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા જણાવ્યુ હતુ. 

અન્ય સમાચારો પણ છે...