આયોજન:મહિસાગરમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાશે

લુણાવાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તા.14 -21-27 તથા 28 નવે.ના રોજ થશે

ભારતના ચૂંટણી પંચ દ્વારા 01-01-2022ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત મતદારયાદી શુધ્ધતા કાર્યક્રમમાં મતદાર યાદીમાં નામોની નોંધણી કરવી. મતદાર યાદીમાં મતદારોની વિગતોમાં સુધારો કરવા અને અવસાન પામેલ, સ્થળાંતરીત મતદારોના નામ અને મતદાર યાદીમાંથી દુર કરવા, ઓળખકાર્ડમાં રહેલી ભુલો દુર કરવી વગેરેનો સુધારો કરાવી શકાય છે.

આ ખાસ ઝુંબેશ અંતર્ગત આગામી તા.14-11-21, તા.21-11-2021, તા. 27-11-2021 અને તા. 28-11-21ના રોજ સવારના 10થી 5 દરમિયાન સમગ્ર રાજય સહિત જિલ્‍લાના તમામ વિધાનસભા મતવિભાગમાં પ્રત્‍યેક મતદાન મથક ખાતે બુથ લેવલ ઓફિસર ખાસ ઉપસ્‍થિત રહેનાર છે. જયાં મતદાર યાદીમાં મતદાર તરીકે નામ નોંધણી કરાવવા માટે જરૂરી નિયત નમુનાનું ફોર્મ ભરીને સ્‍થળ પર રજૂ કરી શકશે. આ મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણાનો લાભ લઇને સહકાર આપવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...