તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકાર્પણ:મહિસાગર જિલ્લા ખાતેના ન્યાયાલયના નવનિર્મિત સંકુલનું વર્ચ્યુઅલ ઉદઘાટન

લુણાવાડા7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ અને મહિસાગર જિલ્લાના વહીવટી જજના વરદ હસ્તે
 • રૂા.33.67 કરોડના ખર્ચે સંકુલ તૈયાર, શનિવારથી નવીન જિલ્લા ન્યાયાલય સંકુલ કાર્યરત

મહીસાગર જિલ્લો અસ્તિત્વમાં આવ્યા બાદ તારીખ 2જી એપ્રિલ-2017માં મહીસાગર જયુડિશિયલ ડીસ્ટ્રીક્ટ તરીકે લુણાવાડા ખાતે જીલ્લા ન્યાયાલય કાર્યરત થયુ હતું. ત્યારબાદ નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળી રહે તે માટે સરકાર દ્વારા જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે અત્યાધુનિક સુવિધાયુક્ત રૂા.33.67 કરોડના ખર્ચે નવનિર્મિત જિલ્લા ન્યાયાલય સંકુલનું ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ અને મહિસાગર જિલ્લાના વહીવટી જજ ડો.જસ્ટીસ અશોકકુમાર સી. જોષીના વરદ હસ્તે વર્ચ્યુઅલ ઉદઘાટન કરવાની સાથે શનિવારથી જ કાર્યરત થયું હતું. ચાર માળમાં જુદી જુદી અદ્યતન સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવેલું છે.

પ્રાસંગિક ઉદબોધનમાં જસ્ટીસ ડૉ.જોષીએ પ્રેરક ઉદાહરણો સાથે સુવિધાપુર્ણ નવિન જિલ્લા ન્યાયાલય સમાજના છેવાડાના માનવીને વિનામુલ્યે તેમજ દરેક વર્ગને ઝડપી અને સરળતાથી સચોટ ન્યાય મળે તેવા હેતુ અને સૌને સમાન તક સાથે કોઇપણ વ્યકિત ન્યાય મેળવવાથી વંચિત ન રહી જાય તે માટે સંનિષ્ઠ પ્રયાસો કરવા અપીલ કરી હતી. તથા આગામી 6 માસમાં જિલ્લાના 16000થી વધુ કેસોનું ભારણ પચાસ ટકાથી પણ ઓછું થાય તેવા સંકલ્પ સાથે કાર્ય કરશે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી જેમાં કોર્ટનો સ્ટાફ હાજર રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો