વીડિયો વાઇરલ:સાલાવાડાના તલાટી કમ મંત્રી લાંચ પેટે 5થી 7 હજાર રૂપિયા માગતો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો

લુણાવાડા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

લુણાવાડા તાલુકાના સાલાવાડા ચારણગામ ગ્રામ પંચાયતના તલાટી ક્રમ મંત્રી સવિતાબેન માછી દ્વારા પૈસાની લેવડ દેવડ અંગેની અનેક ફરિયાદી જોવા મળી છે. ત્યારે ગામમાં વિકાસના કામો માત્ર પૈસાથી કરવામાં આવે છે. તેવો તલાટીનો વીડિયો ગામના એક ગ્રૂપમાં વાયરલ થયો હતો. જેના કારણે સમગ્ર મામલો બહાર આવ્યો છે. સ્થાનિકોને ખબર પડે કે ગામની ભોળી જનતાને સરકાર દ્વારા ગામમાં વિકાસના કામો ફ્રી કરાતા હોય છે. ત્યારે તલાટી કમ મંત્રી ખુલ્લામાં બેફામ કોઈના ડર વગર બોર મોટર મંજૂર કરવા 5થી 7 હજારની માંગણી કરી રહ્યા છે.

તપાસનો રિપોર્ટ આવતાં કાર્યવાહી કરાશે
તાલુકા વિકાસ અધિકારીને ટેલીફોનીક વાત કરતા તેમને જણાવ્યું હતું કે તાત્કાલિક ધોરણે તલાટી સામે સર્કલને તાપસ સોંપી છે કરી હોવાનું જણાવેલ છે તેમજ તે બેનની અગાઉ પણ આવી બૂમો હોવાનાં કારણે અમે તેને કચેરી તરફથી ફટકો પણ આપેલ છે. તાપસનો રિપોર્ટ આવતા કાર્યવાહી કરવામાં આવશે. -ચંદુભાઈ ભગોરા, TDO, લુણાવાડા

અન્ય સમાચારો પણ છે...