વિડીયો વાઈરલ:બોર-મોટર મંજુર કરવા રૂપિયાની માંગનો વિડીયો વાઈરલ થતા સસ્પેન્ડ

લુણાવાડા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાલાવાડા તલાટીની હેડકવાટર ખાતે બદલી કરાઇ
  • રૂ 5થી 7 હજાર માંગતાં હોવાનો વિડિયોમાં કબૂલાત

લુણાવાડા તાલુકાના સાલાવાડા ચારણગામ ગ્રામ પંચાયતના તલાટી સવિતાબેન માછી દ્વારા પૈસાની લેવડ દેવડ અંગેની અનેક ફરિયાદી જોવા મળી હતી. ત્યારે ગામમાં વિકાસના કામો માત્ર પૈસાથી કરવામાં આવે છે. તેવો તલાટીનો વિડીયો વાઈરલ થયો હતો. વિડીયો ગામના એક ગ્રુપમાં વાઈરલ થયો હતો જેના કારણે સમગ્ર મામલો બહાર આવ્યો હતો. સ્થાનિકોને ખબર પડે કે ગામની ભોળી જનતાને સરકાર દ્વારા ગામમાં વિકાસના કામો ફ્રી કરવામાં આવતા હોય છે.

ત્યારે તલાટી ખુલ્લામાં બેફામ બની કોઈના ડર વગર બોર મોટર મંજુર કરવા માટે 5થી 7 હજારની માંગણી કરી રહ્યા હતા. ત્યારે આવા કેટલાય લાંચિયા અધિકારીઓના પાપે આવા કેટલાય ગરીબ પરિવાર પાસે પૈસાની માંગણી થતી હશે અને આવા કેટલાય પરિવાર પાસે પૈસા લઈને બોર-મોટર મંજુર થતી હશે તે પણ તપાસનો વિષય બન્યો હતો. ત્યારે આ વિડીયો જાગૃત વ્યક્તિ દ્વારા માત્ર સાચું બહાર આવે અને નાગરિકોને પણ ખબર પડે તે માટે પણ સોશીયલ મીડિયામાં વાઈરલ થતા આવા બેફામ પૈસાની માંગણી કરતાં તાલુકા પંચાયત દ્વારા બનાવેલ તાપસ સમિતિ દ્વારા રિપોર્ટ રજૂ કરતા નાયબ DDO ચૌધરી દ્વારા સસ્પેન્ડ કરી કડાણા હેડકવાટર ખાતે બદલી કરતા અન્ય તલાટીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...