ભાસ્કર વિશેષ:મહીસાગરમાં ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી

લુણાવાડા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ પંચાયતોની ચૂંટણી નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં યોજવાનું આયોજન

ગ્રામ પંચાયતોની આગામી ચૂંટણી નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં યોજાય અને રાજય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણીને લગતી તમામ આનુષાંગીક પ્રવૃત્તિઓ/કાર્યો મોટા પ્રમાણમાં કરવાના રહેતા હોઇ દરેક કામગીરી પર સતત દેખરેખ રાખી શકાય તે માટે મહીસાગર-લુણાવાડાના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડૉ. મનિષકુમાર દ્વારા વિવિધ સમિતિઓની રચના કરી નોડલ અધિકારીઓની નિમણંક કરાઇ છે.

ચૂંટણી સ્ટાફ વ્યવસ્થાપનના નોડલ અધિકારી તરીકે નિવાસી અધિક કલેકટર, એમ.સી.સી. અને આચારસંહિતાના નોડલ અધિકારી તરીકે નાયબ જિલ્લા વિકાસ અધિકારી(મહેસુલ), પોસ્ટલ બેલેટ પેપર અને મટીરીયલ્સ મેનેજમેન્ટના નોડલ અધિકારી તરીકે જિલ્લા રોજગાર અધિકારી, પ્રચાર અને મીડિયાના નોડલ અધિકારી તરીકે સહાયક માહિતી નિયામક, ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટના નોડલ અધિકારી તરીકે સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધીકારી, પોલીંગ સ્ટાફ વેલફેર સમિતિના નોડલ અધિકારી તરીકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, તાલીમ મેનેજમેન્ટના નોડલ અધિકારી તરીકે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, સ્વેપના નોડલ અધિકારી તરીકે જિલ્લા શિક્ષણાધિકારી, ઓબ્ઝર્વરોના નોડલ અધિકારી તરીકે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, મતપેટીઓના વ્યવસ્થાપનના નોડલ અધિકારી તરીકે લુણાવાડા તાલુકાના મોટા સોનેલા આઇ.ટી.આઇ.ના આચાર્ય, હેલ્પલાઇન, ટેલીફોન કંટ્રોલરૂમ અને કમ્પલેઇન રીડ્રેસલના નોડલ અધિકારીઓ તરીકે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, આઇ.સી.ટી. ઓફિસર અને સ્થાનિક સ્વરાજય ચૂંટણીના નાયબ મામલતદારની, કોવિડ-૧૯ અંતર્ગત કરવાની થતી કામગીરીના નોડલ અધિકારી તરીકે એપેડેમીક મેડીકલ ઓફિસર, ઉમેદવારોના હિસાબોનું મોનીટરીંગ માટે જિલ્લા તિજોરી અધિકારી, પોલીસ ટ્રેનીંગ કાર્યક્રમ માટે નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક અને કોમ્પ્યુટરાઇઝેશનની કામગીરી માટે DIO, આઇ.સી. ઓફિસર અને જીસ્વાનના એન્જિનિયરની નોડલ અધિકારીઓ તરીકે નિમણૂંક કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...