તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યક્રમ:લુણાવાડામાં યુ વિન કાર્ડ અને ઇ નિર્માણ કાર્ડ જનજાગૃતિ કાર્યક્રમ

લુણાવાડા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 160થી વધુ યુ વિન કાર્ડનું ધારાસભ્યના હસ્તે વિતરણ કરાયું
  • જિલ્લામાં ચાર હજારથી વધુ લાભાર્થીઓને આ કાર્ડ આપ્યા

રાજય સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા શ્રમયોગીઓ માટે યુ-વીન કાર્ડ અને ઇ-નિર્માણ કાર્ડની યોજના અમલમાં મૂકવામાં આવી છે. આની શ્રમયોગીઓને જાણકારી મળે તે હેતુથી મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે હુસેની ચોક, વ્હોરા જમાત ખાના ખાતે શ્રમયોગીઓ માટે યુ-વીન કાર્ડ અને ઇ-નિર્માણ કાર્ડ અંગેનો ધારાસભ્ય જીજ્ઞેશભાઇ સેવકની પ્રેરક ઉપસ્થિતિમાં જનજાગૃતિ કાર્યક્રમ યોજાઇ ગયો.

આ પ્રસંગે ધારાસભ્યે આ કાર્ડની મદદની અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓ વાત્સલ્ય યોજના, અકસ્માત વીમા યોજના, સ્વાસ્થ્ય વીમા યોજના જેવી વિવિધ પ્રકારની સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવી શકશે તેમ જણાવ્યું હતું. જનજાગૃતિ દરમિયાન ધારાસભ્યના હસ્તે આ વિસ્તારમાં 160થી વધુ યુ-વીન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લામાં અત્યાર સુધીમાં 250 સીએસસી સેન્ટર દ્વારા ચાર હજારથી વધુ લાભાર્થીઓને આ કાર્ડ વિતરણ કરી દેવામાં આવ્યા છે.

કાર્યક્રમમાં જિલ્લા અગ્રણી પ્રદીપસિંહ રાઠોડ, શહેર અગ્રણી મિહિર શાહ, પ્રદેશ ભાજપ લઘુમતી મોરચા સહ કાર્યાલય મંત્રી રિયાઝ શેખ, વ્હોરા સમાજ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ તેમજ સીએસસી સેન્ટરના મેનેજર ફૈઝલ ખાતુડા ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...