ફરિયાદ:મલેકપુરમાં ગટરની કામગીરી દરમિયાન કમ્પાઉન્ડ વોલ તોડાતા બે સરકારી વિભાગો આમને સામને

મલેકપુર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
મલેકપુરમાં ગટરની કામગીરી દરમ્યાન કમ્પાઉન્ડ વોલ તોડવામાં આવી હતી - Divya Bhaskar
મલેકપુરમાં ગટરની કામગીરી દરમ્યાન કમ્પાઉન્ડ વોલ તોડવામાં આવી હતી
  • માર્ગ-મકાન વિભાગે મંજૂરી સિવાય તોડફોડ કરી હોવાની ફરિયાદ
  • મલેકપુર સેકસન ઓફિસની કોલોનીની કંપાઉન્ડ વોલ 5 મીટર જેટલી તોડી પાડતાં કડાણા ડાબા કાંઠા નહેર પેટા વિભાગે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ફરિયાદ કરી

લુણાવાડાથી દિવડાની વચ્ચે મલેકપુર ગામે રસ્તાની બાજુમાં ગટરની કામગીરી હાથ ધરી છે. જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા કડાણા ડાબા કાંઠા નહેર પેટા વિભાગની મલેકપુર સેકસન ઓફિસની કોલોનીની કંપાઉન્ડ વોલ 5 મીટર જેટલી તોડી પાડતાં કડાણા ડાબા કાંઠા નહેર પેટા વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટર વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવાતા બે સરકારી વિભાગો આમને સામને આવી ગયા છે.

આ અંગે નાયબ કાર્યપાલક ઇજનેર કડાણા ડાબા કાંઠા નહેર પેટા વિભાગ, લુણાવાડાએ જણાવ્યુ છે કે તેમના વિભાગ હેઠળના મલેકપુર સેક્શનમાં કોલોની બનેલી છે. જે આશરે 40 વર્ષ પહેલા બનાવવામાં આવેલ કોલોની કમ્પાઉન્ડ વોલ કચેરી હસ્તકની માલિકીની જમીનમાં બનાવી હતી. ગત 29 સપ્ટેમ્બરે આ કમ્પાઉન્ડ વોલ પાંચ મીટર જેટલી તોડી પાડીને ગટર બનાવવાનું કામ આયોજન કર્યું હતું. આ અંગે કડાણા ડાબા કાંઠા નહેર પેટા વિભાગના મલેકપુર સેક્શનના કર્મચારીઓ કે પેટા વિભાગના અધિકારી નાયબ કાર્યપાલક ઈજનેરને કોઇ મૌખિક કે લેખિત જાણ કરેલ નથી.

કોન્ટ્રાક્ટર દિપકભાઇએ મલેકપુર સેક્શનના કર્મીઓને ધમકી આપેલ અને ગેરવર્તણુક કરેલ જે બાબતે કડાણા ડાબા કાંઠા નહેર કચેરી, લુણાવાડા દ્વારા કોન્ટ્રાક્ટર વિરુધ્ધ લેખિત ફરિયાદ કરેલી છે. સરકારી વિભાગ દ્વારા અન્ય વિભાગના તાબા હેઠળની કોઇપણ મિલકતને પૂર્વ મંજુરી સિવાય કોઇ પણ પ્રકારનું તોડફોડ કે નિર્માણ કાર્ય કરી શકાતું નથી. તેમ છતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા પૂર્વ મંજુરી સિવાય તોડફોડ કરી કરી કાયદા વિરુધ્ધનું કાર્ય કર્યું છે. બીજી તરફ નાયબ કાર્યપાલક ઇજનેરે વિવાદ અંગે ટેલિફોનિક પૂછપરછમાં જણાવ્યું હતું કે સદર જમીનની માલિકી માર્ગ અને મકાન વિભાગની છે.

કડાણા ડાબા કાંઠા વિભાગ દ્વારા કમ્પાઉન્ડ વોલ બનાવવા અગાઉ કોઈ મંજૂરી લીધેલ નથી અમારા ઈજારેદારે કોઈ અશોભનીય વર્તન કર્યું નથી. તેના વિરુધ્ધ પોલીસ ફરિયાદ આપતા અગાઉ અમારા વિભાગને જાણ કરવી જોઈએ. હાલ તો બંને કચેરીઓના વિવાદને લઈ ગટરનું કામ અટવાયું છે ત્યારે સવાલ એ ઉભા થઇ રહ્યા છે કે ડાબા કાંઠા વિભાગે 40 વર્ષથી માર્ગ અને મકાન વિભાગની જમીનમાં ગેરકાયદે બાંધકામ કર્યું હતું. તો અત્યાર સુધી કોઈ કાર્યવાહી કેમ ન કરી અને કોઈ નોટિસ ન આપી તો બીજી તરફ એ પણ સવાલ ઊભો થાય છે કે 40 વર્ષ અગાઉની કોલોની બાંધકામમાં ક્યારે ગેરકાયદે જમીન પર કમ્પાઉન્ડ વોલ બનાવી જે તે સમયે ખર્ચનો વહીવટ કેવી રીતે કર્યો.

અન્ય સમાચારો પણ છે...