તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુકમ:વિરપુરની દરગાહના 13 ટ્રસ્ટીઓ પૈકી 9 ટ્રસ્ટીને ટ્રિબ્યુનલ કોર્ટે ગેરલાયક ઠેરવ્યા, નાણાં અંગત ખર્ચ માટે વાપર્યા હોવાના તથા ટ્રસ્ટની જમીનો પચાવવાના આક્ષેપો

લુણાવાડા8 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વકફ બોર્ડ દ્વારા ટ્રિબ્યુનલ કોર્ટ ગાંધીનગર ખાતે કેસ દાખલ કરવામાં આવ્યો

વિરપુર તાલુકામાં આવેલ દરગાહ હિન્દૂ-મુસ્લિમની આસ્થા ગણાતી હજરત ખ્વાજા નૂર મહેમુદ દરિયાઈ દુલ્હા દરગાહ આવેલ છે. અહીં આવેલા કેટલાય શ્રધ્ધાળુઅોના દુઃખ દૂર થાય છે. પરંતુ પાછલા કેટલાય વર્ષોથી ટ્રસ્ટની આવકને લઈ વિવાદ ચાલી રહ્યો છે.કેટલાક ટ્રસ્ટીઓ દ્વારા 17 લાખ જેટલી રકમ અંગત ખર્ચ માટે વાપર્યા હોવાના તથા ટ્રસ્ટની જમીનો પચાવી પડવાના આક્ષેપો વારંવાર થાય હતા. ત્યારે આશરે બે વર્ષ પહેલા વકફ બોર્ડ દ્વારા ટ્રસ્ટીઓની નિમણુંક અને વહીવટ કરવા માટે 13 વહીવટદારો એટલે કે ટ્રસ્ટીઓની નિમણુંક કરેલ હતી.

જ્યારે 13 વહીવટદારો એટલે કે ટ્રસ્ટીઓમાંથી 4 ટ્રસ્ટીઓએ વહીવટમાં હિસાબમાં વિરોધ દર્શાવેલ હતો અને અરજી વકફ બોર્ડ ને મોકલેલ હતી અને વકફ બોર્ડએ પાછલા બે વર્ષના હિસાબની માંગણી કરતા ટ્રસ્ટીઓ તેમને હિસાબ આપી શકેલ ન હતા. વકફ બોર્ડ દ્વારા ટ્રીબ્યુનલ કોર્ટ ગાંધીનગર ખાતે કેશ દાખલ કરતા ટ્રીબ્યુનલ કોર્ટ દ્વારા યોગ્ય આધાર પુરાવા લઇ હુકમ કરેલ હતો જેમાં 13 ટ્રસ્ટીઓમાંથી 9 ટ્રસ્ટીઓને ગેરલાયક ઠેરવતા વીરપુર નગરના મુસ્લિમ બિરાદરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. મતદાન કરીને નવા ટ્રસ્ટીઓની નિમણુંક કરવાનો હુકમ કરે છે. પરંતુ વીરપુર નગરના મુસ્લિમ ગ્રામજનો સરકાર હસ્તક યોગ્ય વહીવટ કરવામાં આવે તેવું ઈચ્છી રહ્યા છે.

ગેરલાયક ઠેરવેલ સભ્યોના નામ

 • ગુજરાત રાજ્ય વકફ બોર્ડ ગાંધીનગર
 • પીરઝાદા અસ્ફાક અહેમદ જમાલમિયા
 • પીરઝાદા તાજુદીન જીયાઉદીન
 • પીરજાદા અલાઉદિન ચાંદમીયા
 • પીરઝાદા અલાઉદીન ચાંદમીયા​​​​​​​
 • પીરઝાદા બશીર અહેમદ મહેમુદમિયા
 • પીરઝાદા જમાલુદિન રહિમમીયા
 • પીરઝાદા મોહંમદશાહીદ અબ્દુલ હમિદ
 • પીરઝાદા રીયા જુદીન રજમીયા
અન્ય સમાચારો પણ છે...