ફરિયાદ:લુણાવાડા પાસે ગાડીમાં દારૂનો જથ્થો લઇને જતાં ત્રણ ઝડપાયા, 4 લાખનો મુદ્દામાલ કબજે કરીને એલસીબીની ફરિયાદ

લુણાવાડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટેમ્પો ટ્રાવેલમાં દારૂની બોટલો ગાડીની અંદર છુપી રીતે ભરી લુણાવાડા તરફ આવનાર છે. તેવી બાતમી લુણાવડા અેલસીબી પોલીસને મળી હતી.જેથી મધવાસ ગામે જવાના ચાર રસ્તા ઉપર હાઇવે રોડ ઉપર નાકાબંધી વોચમાં હતા દરમ્યાન બાતમીવાળી ગાડી આવતા સરકારી વાહનની આડાશ કરી ગાડીને રોડની સાઇડમાં ઉભી રખાવી.ગાડીમાં જોતા ગાડીમાં ત્રણ ઇસમો બેઠેલ હતા.જે ગાડીમાં આવેલ શીટોની સાઇડોમાં પ્લાયવૂડના પાટીયા નટ બોલ્ટથી ફીટ

કરેલ હોય જે ખેચી જોતા તેમાં દારૂની બોટલો છુટી ભરેલ મળી હતી. પોલીસે નરેન્દ્રકુમાર લોહોર રહે દેવપુરા રાજસ્થાન, હીમંતલાલ લચ્છીરામ ચૈાધરી રહે હીતા રાજસ્થાન તથા હરીશ રામલાલજી લોહાર રહે દેબારીની પકડી પાડયા હતા. ગાડીમાં તપાસ કરતાં પ્લાયવૂડના નટ બોલ્ટ ખોલી તેમાંથી દારૂની બોટલો નંગ-90 જેની કુલ કી રૂ. 93150નો પ્રોહિ મુદ્દામાલ મળેલ જેથી ત્રણેની ધરપકડ કરી તેઓની વિરુધ્ધ પ્રોહી મુજબ કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...