તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:યુવતીનું અપહરણ કરી દુષ્કર્મનો કેસ પાછો ખેંચી લેવાની ધમકી

લુણાવાડાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મારમારીને યુવતીને બેહોશ હાલતમાં મૂકી બે ફરાર થયા
 • અપહરણકર્તા સામે લુણાવાડા પોલીસ મથકે ફરિયાદ

મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના અંતરીયાળ ગામમાં નવ મહિના અગાઉ યુવતી પર દુષ્કર્મ ગુજારતા પોલીસ ફરીયાદ નોધાઇ હતી. જેની અદાવત રાખીને ગુરૂવારના રોજ યુવતિ પોતાના ઘરની પાછળ બાથરૂમ કરવા માટે ગઈ હતી. તે દરમ્યાન બે અજાણ્યા ઇસમો આવી બાઈક ઉપર બેસાડી દિવેલાના ખેતરમાં લઈ એક ઝાપટ મારી અને ધમકી આપવામાં આવ હતી કે મારા છોકરાને શુ કામ જેલમાં પૂર્યો છે ? અમે આજે બદલો લઈને જ રહીશું તેમ કહી દિવેલાનું લાકડું માર્યું હતું.

અને દુષ્કર્મનો કેસ પાછો ખેંચી લે નહીં તો જાન થી મારી નાખીશુંની ધમકી આપી યુવતીને બેહોશ હાલતમાં ખેતરમાં છોડી ભાગી ગયા હતા. ખેતરમાં તરછોડાયેલી યુવતી ભાનમાં આવ્યા બાદ બનાવ અંગે પોતાના માતા પિતાને સમગ્ર હકીકત જણાવીને યુવતી દ્વારા પોલીસ ફરીયાદ નોધાવવામાં આવતા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો