તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:લકડી પોયડાથી વિજિલન્સની ટીમે રૂા.12,900નો દારૂ ઝડપ્યો

લુણાવાડા14 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • કુલ રૂા. 78,493નો મુદ્દામાલ ઝડપી પાડ્યો

ગુજરાત રાજ્ય મોનિટરીંગ સેલ ગાંધીનગરના સ્ટાફના માણસો લાલસર ચોકડીથી લુણાવાડા રોડ ઉપર પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે લકડી પોયડા ગામના એક ખેતરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડી એક ઈસમ ધંધો કરે છે.

તેવી બાતમીના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલ ગાંધીનગર દ્વારા લકડી પોયડા ગામે જઈને બાતમીમાં જણાવ્યા મુજબ ખુલ્લા ખેતરમાં દારૂનું ચેકિંગ હાથ ધરતાં ખુલ્લા ખેતરમાંથી ભારતીય બનાવટની બેગપાઈપર ડીલક્ષ વ્હીસ્કી નંગ-12 જેની કિંમત રૂપિયા 3840 તથા ઓફિસર ચોઈસ કલાસિક વ્હીસ્કી નંગ-08 જેની કિંમત રૂપિયા 2560 તથા વિન્ટેજ મુવમેન્ટ ઓરેન્જ વોડકા નંગ-09 જેની કિંમત રૂપિયા 4293 તથા બેગપાઈપર ડીલક્ષ વ્હીસ્કી નંગ-48 જેની કિંમત રૂપિયા 4800 તથા કાઉન્ટી કલબ ડીલક્ષ વ્હીસ્કી નંગ-47 જેની કિંમત રૂપિયા 4700 તથા ઓફિસર ચોઈસ ક્લાસિક વ્હીસ્કી નંગ-66 જેની કિંમત રૂપિયા 6600 તથા ઓલ સિજન ગોલ્ડેન કલેકશનિઝર્વ વ્હીસ્કી નંગ-03 જેની કિંમત રૂપિયા 300 તથા રોયલ સ્ટેગ ડીલક્ષ વ્હીસ્કી નંગ-02 જેની કિંમત રૂપિયા 200 તથા રીત્સ ગોલ્ડન રીઝર્વ વ્હીસ્કી નંગ-01 જેની કિંમત રૂપિયા 100 તથા પ્રિંસ દેશી મદિરા બોટલ નંગ 310 જેની કિંમત રૂપિયા 15,500 તથા કિંગ ફીશર સ્ટ્રોંગ બિયર નંગ-129 જેની કિંમત રૂપિયા 12,900 તથા એક મોબાઈલ ફોન નંગ-1 જેની કિંમત રૂપિયા 2000 તથા રોકડા રૂપિયા 700 તથા બાઈકની કિંમત રૂપિયા 20,000ની સહિત કુલ રૂપિયા 78,493નો મુદ્દામાલ ઝડપી પાડી (1)વિક્રમભાઈ સોમાભાઈ બારીયા રહે.

લકડી પોયડા તાલુકા લુણાવાડાને ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે અન્ય આરોપી (2)કમલેશભાઈ રયજીભાઈ બારીયા રહે.લકડી પોયડા તાલુકા લુણાવાડાની ઘટનાસ્થળે નહીં હોવાથી તેને ઝડપી પાડવા પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી ચક્રો ગતિમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો