તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:મહીસાગર જિલ્લામાં 07 પોઝિટિવ કેસ નોંધાતાં કુલ આંક 1939

લુણાવાડા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

કોરોના વાયરસની સામે લડવા કેન્દ્ર અને રાજય સરકારે અગમચેતીનાં સંખ્યાબંધ પગલાંઓ લીધા છે. કોરોના સામે લડવા લોકોની જાગૃતિ એટલી જ જરૂરી છે. જાગૃતિ અને સાવધાની એ જ બચાવનું શ્રેષ્ઠ માધ્યમ સાબિત થયા છે. ત્યારે મહીસાગર જિલ્લામાં મંગળવારે ખાનપુર તાલુકાના 2 પુરૂષનો, લુણાવાડા તાલુકાના 1 પુરૂષનો, સંતરામપુર તાલુકાના 2 પુરૂષોના અને વિરપુર તાલુકાની 1 સ્‍ત્રી અને 1 પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા કુલ 1939 કેસ પોઝીટીવ નોધાયા છે. જિલ્‍લામાં સારવાર લઇ રહેલ દર્દીઓ પૈકી લુણાવાડા તાલુકાની 1 સ્‍ત્રી, સંતરામપુર તાલુકાની 2 સ્‍ત્રી અને 1 પુરૂષે અને વિરપુર તાલુકાની 1 સ્‍ત્રીએ કોરોનાને મહાત આપતાં રજા આપવામાં આવતાં કુલ 1838 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે. જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 8 વ્યક્તિનું મૃત્યુ થયા છે. જયારે અન્ય કારણથી 36 દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ 44 મૃત્યુ નોંધાયા છે. જિલ્લામાં સીઝનફલુ/ કોરોનાના કુલ 106251 રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના 319 વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇલ હેઠળ રાખ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે. કોરોના પોઝીટીવ આવેલ દર્દીઓ પૈકી 48 દર્દીઓ સ્ટેબલ અને 9 દર્દીઓ ઓક્સિજન પર છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો