વૃક્ષરથનું પ્રસ્થાન:વધુ વૃક્ષો વાવી ઓક્સિજન પાર્ક બનાવી ગ્રીન ગુજરાતનો સંકલ્પ પૂર્ણ કરાશે

લુણાવાડા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લુણાવાડામાં ફોરેસ્ટ કેમ્પસમાં રોપાઓનું વાવેતર કરી વૃક્ષરથનું પ્રસ્થાન કરાવ્યું

લુણાવાડા નાયબ વન સંરક્ષકની કચેરી ફોરેસ્ટ કેમ્પસમાં 72માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇના અધ્યક્ષ સ્થાને તથા મુખ્ય મહેમાન સંતરામપુર ધારાસભ્ય ડૉ. કુબેરભાઇ ડીંડોર અને મહાનુભાવોએ દિપ પ્રાગટય કરી ઉજવણીનો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે દંડકે જણાવ્યુ હતુ કે વેદાંત કાળથી સ્થાપિત થયેલ વૃક્ષ અને વૃક્ષોનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, વૃક્ષની અગત્યતા અને માન્યતા આધુનિક યુગમાં જોવા મળે છે.

ભારતીય સંસ્કૃતિમાં વૃક્ષો અને વનોમાં પરમાત્માના દર્શન થાય છે. વન અને વન ઔષધીઓથી ભરપુર એવા મહીસાગર જીલ્લાના વનોને કારણે મહીસાગર જીલ્લાનું મહત્વ ખુબજ અનેરું છે. ધનિષ્ઠ વનીકરણ ઝુંબેશ ૨૦૨૧ દરમ્યાન મહિસાગર જિલ્લામાં કુલ ૩૩.૪૭ લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવેલ છે. જિલ્લામાં કુલ ૧૧૯ ગામોમાં ગ્રામ્યકક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી આગામી વર્ષોમાં પણ ખાલી પડેલી દરેક જમીનોમાં સામાજિક વનીકરણના સહયોગથી વૃક્ષોનું વાવેતર કરી જિલ્લાને હરિયાળું બનાવશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. સાથે ગ્રીન ગુજરાતના સંકલ્પને ચરિતાર્થ કરવા અપીલ કરી હતી.

પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડે જણાવ્યું કે વનો આપણા પર્યાવરણનું રક્ષણ કરે છે. આપણને સ્વચ્છ વાયું અને નિર્મળ પાણી જેવી જીવનની મુખ્ય જરૂરિયાતો પૂરી પાડે છે. આ પ્રસંગે મહિલા સ્વસહાય જૂથોને નર્સરી ઉછેર માટેના પ્રથમ હપ્તાની સહાયના ચેકોનું વિતરણ તેમજ ઉત્કૃષ્ટ નર્સરી ઉછેરની કામગીરી માટે વનવિભાગના કર્મચારીઓ નું પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે લુણાવાડા, બાલાસિનોર ધારાસભ્યો, ગોધરા વન વિભાગ નાયબ વન સંરક્ષક, લુણાવાડા નગરપાલિકા પ્રમુખ, લુણાવાડા તાલુકા પંચાયત પ્રમુખ સહિત મહાનુભાવો, વન વિભાગના અધીકારીઓ વન મંડળીઓના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.