તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:નવા ચહેરા આવવાની શક્યતા દેખાતાં મહીસાગરમાં વિકાસની આશા જાગી

લુણાવાડા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપના 60થી વધુ ઉંમરના, ત્રણ ટર્મ પૂરી કરનારા ટેન્શનમાં

ગાંધીનગર ખાતે ભાજપા પાર્લામેન્ટિ બોર્ડના અને સંકલન સમિતિની બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટીકીટ આપવા માર્ગદર્શિકા તૈયાર કરી છે. જેમાં 60 વર્ષથી વધુ ઉંમરના, 3 ટર્મ પુરી કરનારા અને ભાજપના કોઈ પણ સગા સબંધીને ટીકીટ ન આપવા નિર્ણય લેવાયો છે. જેથી મહીસાગર જિલ્લામાં કેટલાક દાવેદારો સહિત જુના જોગીઅોના પત્તા કપાઈ જશે. જેમાં જિલ્લા અને તાલુકાના કેટલાક જુના જોગીયોની મહત્વકાંક્ષા પર પાણી ફરી વળ્યું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દાવેદારોના ફોર્મ સ્વીકારી સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં દાવેદારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. જેમાં નવ યુવાનો સહિત જૂના જોગીયો મેદાને અાવ્યા હતા.

પરંતુ પાર્લામેન્ટિ બોર્ડના નિર્ણય ના કારણે સતત ત્રણ વર્ષ ચૂંટાયેલા અને 60 વર્ષ ઉમર વટાવી ચૂકેલા તેમજ સંગઠનમાં હોદ્દો ધરાવે છે. તેમને તો ટીકીટ નહીં જ મળે પરંતુ તેમના સગા સંબંધીઓને ટીકીટ મળવાની નથી. જેથી મહીસાગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના રાજકીય આગેવાનોની આશા પર પાણી ફરી વળ્યું હતું. તો બીજી તરફ નવા ચહેરાઓને તક મળવાની આશાએ ભાજપના આ નિર્ણયને યોગ્ય પણ ઠેરવવામાં આવ્યો હતો. જેથી જિલ્લામાં મોટા ભાગના નવા ચહેરા આવવાની શક્યતાઓ જોવા મળતાં મહીસાગરમાં વધુ વિકાસની આશા જાગી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો