તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકોમાં રોષ:સલાવાડા ચારણના પોસ્ટ માસ્તરે કાગળો સહિત મહત્વના ડોક્યુમેન્ટ સળગાવી દીધા

લુણાવાડા11 દિવસ પહેલા
  • કૉપી લિંક

સલવાડા ચારણગામ ગામે પોસ્ટ માસ્તર દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી પોસ્ટ મારફતે આવતી ટપાલ ડોક્યુમેન્ટ લોકોને ઘરે ઘરે જઈને આપવાના હોય છે. પરંતુ ડોક્યુમેન્ટ છેલ્લા લોકોને ન આપી પોસ્ટ માસ્ટર દ્વારા ડોક્યુમેન્ટ સળગાવી દેતા લોકો રોષે ભરાયા હતા.

ડોક્યુમેન્ટ પાન કાર્ડ આરસી બુક આધારકાર્ડ, સહિત અનેક ડોક્યુમેન્ટ પોસ્ટમાં આવતા હોય છે. પરંતુ ડોક્યુમેન ન આપી તમામ ડોક્યુમેન્ટ તળાવના કિનારે સળગાવતાં લોકો તળાવ પર પહોંચ્યા હતા. અને કેટલાક બાળી દેવામાં આવેલ ડોક્યુમેન્ટ બચાવી પણ લેવાયા છે. ડોક્યુમેન્ટ પોસ્ટ માસ્ટર દ્વારા ન આપતા ગોધરા સહિત વરધરી ગામે પોસ્ટના અધિકારીને અનેકવાર રજૂઆતો કરી હતી. પરંતુ અધિકારીઓ દ્વારા આ પોસ્ટ માસ્તરને છાવરવામાં આવતા હોવાથી ગામ લોકોની રજુઆતથી કોઈજ કાર્યવાહી ન થતા આખરે ગામ લોકો અધિકારીઓ પર પણ રોષે ભરાયા છે, ત્યારે આવી ગંભીર બેદરકારી પોસ્ટ માસ્તર દ્વારા કરવામાં આવતા ગામ લોકો દ્વારા કાર્યવાહીની માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...