તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:ત્રણ તાલુકાની ત્રિભેટે કેદારેશ્વર મહાદેવમાં પાંડવો રહ્યા હતા

લુણાવાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શ્રાવણનો 4થો સોમવાર : ધમોદ ખાતે આવેલાં કેદારેશ્વર મંદિરની પશ્ચિમે સિદ્ધોની ગુફા છે

મહીસાગર જિલ્લાના વીરપુર લુણાવાડા તથા અરવલ્લી જિલ્લાની બાયડ તાલુકાની સરહદે ધોળીડુંગરીથી વીરપુર રોડ પર આવેલ જોધપુર પાસે કેદારેશ્વર મહાદેવ ડુંગરની હરોળમાં ગીચ જંગલમાં આવેલ છે જંગલમાં ધમૉદ કેદારેશ્વર મંદિર પુરાતત્વ અને રમણીય સ્થળ આવેલ છે ડુંગર પર ચારે કોર કિલ્લો આવેલ છે.

આ મંદિરના ઇતિહાશ વિષે જાણીયે તો લુણાવાડાની ઉતારે ખાનપુર તાલુકાનું કલેશ્વરીથી લઇ કપડવંજ સુધીનો પ્રદેશ હેડંબા વન તરીકે ઓળખાય છે અહીં પાંડવોએ વસવાટ કર્યો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું કેદારેશ્વર મંદિરની પાછડની ભાગે શેઢી નદીનું ઉદગમસ્થાન છે આ નદીમાં પાંડવોના વાસવાટ સમયે ભીમ નાહવા માટે ગયો પરંતુ પાણી ઓછું હોવાથી નદીની વચ્ચે સુઈ ગયો હતો જેથી પાણી વધારે માત્રામાં ભરાઈ જતા પાણી મંદિરમાં ભરાયું હતું.

આ ઉપરાંત બીજી એક લોક વાઈક પ્રમાણે લાલીઓ લવાર શિવભક્ત હતો તેના પર ભગવાન શિવજી પ્રસન્ન થઇ અઢળક સંપત્તિનો ધોધ વર્ષાવ્યો હતો અને તેને પારસમણી મળ્યો હતો જે સરકારને જાણ થતા સરકાર લાલિયા લવારની પાછળ થઇ હતી જેથી તેને પારસમણી ઉંડા ધરામાં નાખી દીધો હતો. જેથી લાલીયા લવારે આ મંદિર બનાવ્યું હતું.

મંદિરની પશ્ચિમે એક સિધ્ધ ગુફા આવેલ છે જેથી અનેક મહાપુરુષો આ ગુફામાં તપસ્ય કરવા આવતા હતા રઘૂરામ નામના સંતે 12 સિધ્ધિઓમાંની એક સિદ્ધિ ના ગુફામાં બેસીને મેળવી હતી જયારે અત્યારે પણ આ ગુફા જીવંત શીલ હાલતમાં છે શિવરાત્રી અને જન્માષ્ટમી ના દિવસે અહીં ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે આ સમયેવાઘનો વસવાટ હોવાનું મનાય છે વીરપુર જમઝર માતાના ડુંગરમાંથી વાઘની બખોલ ધમૉદ કેદારેશ્વર ના ડુંગરોમાં નીકળે છે તેવું લોકો આજે પણ કે છે.

મંદિરના ઇતિહાસના કારણે શ્રવણ માષમાં આ મંદિરનો અનોખો મહિમા રહ્યો છે જયારે મંદિરના પૂજારી મનુપ્રસાદ સેવક તેમના પરિવાર સાથે શિવજીની પૂજા કરે છે તેમના યથાર્થ પ્રયોગ થી મંદિરમાં લાઈટ તેમજ ટેલિફોનની વ્યવસ્થ કરવામાં આવી છે ત્યારે લોકોની માગ છે કે આ સ્થળને ઇતિહાસિક પ્રવાસન સ્થળ તરીકે વિકાશવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...