ભાસ્કર વિશેષ:મહીસાગર વહીવટી તંત્રે સંજીવની એક્સપ્રેસ બાઇકનો રાજ્યમાં પ્રથમ પ્રયોગ શરૂ કર્યો

લુણાવાડા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
મહિસાગરમાં કોરોનાને અનુલક્ષીને સમીક્ષા બેઠક યોજાઇ તથા સંજીવની એક્સપ્રેસ બાઇકોનું  પ્રસ્થાન કરાવ્યું - Divya Bhaskar
મહિસાગરમાં કોરોનાને અનુલક્ષીને સમીક્ષા બેઠક યોજાઇ તથા સંજીવની એક્સપ્રેસ બાઇકોનું પ્રસ્થાન કરાવ્યું
  • આરોગ્ય ચકાસણી માટે સંજીવની એક્સપ્રેસ બાઇકોનું પ્રભારીએ પ્રસ્થાન કરાવ્યું

મહીસાગર જિલ્લા પ્રભારી મંત્રી અને ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે લુણાવાડા વિશ્રામ ગૃહ ખાતે કોરોના ત્રીજા વેવને અનુલક્ષીને સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમા કોરોનાની પરિસ્થિતિ, ઓક્સિજનની ઉપલબ્ધતા, બેડની ઉપલબ્ધતા, આરટીપીસીઆર ટેસ્ટ, રેપીડ ટેસ્ટ, વેક્સીનેશનની કામગીરી અને તૈયારીઓની સમીક્ષા કરી હતી. કોરોનામાં અગાઉ આપણે સારી કામગીરી કરી છે. કોરોનાની નવા રૂપ ઓમીક્રોન સામે લડવા આપણને કોઇપણ બાબતમાં ચૂક કરવી પાલવે તેમ નથી.

આથી, કોરોનાનો વેવ આવે તે માટેની પૂર્વ તૈયારી જ કોરોનાને નાથવાં માટેનો ઉપાય છે. કોરોનાથી બચવાનો ઉપાય તકેદારી છે તેમ જણાવી તેમણે કહ્યું કે, કોરોના સામે સંરક્ષિત થવાં વધુને વધુ લોકો રસીકરણ કરાવે તે જરૂરી છે. કોવિડ-19ના દર્દીઓની આરોગ્ય ચકાસણી માટે તંત્રે નવતર અભિગમ અપનાવી સંજીવની એક્સપ્રેસ બાઇકના રાજ્યમાં પ્રથમ પ્રયોગને આવકારતા મંત્રી સહિત મહાનુભાવોએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

પાંચ સંજીવની એક્સપ્રેસ બાઇક મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર દ્વારા કોવિડ પેશન્ટની હોમ વિઝીટ, થર્મલ ગનથી ચકાસણી, એસપીઓટુ ચકાસણી, સર્વેલન્સ, કોન્ટેક ટ્રીટમેન્ટ તેમજ વધુ જરૂર જણાયેથી દર્દીને હોસ્પિટલમાં રીફર કરશે. જનરલ હોસ્પિટલની મુલાકાત લઇ એમિક્રોન વોર્ડ, ઓક્સીજન પ્લાન્ટ, આરટીપીસીઆર લેબની મુલાકાત લઇ સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા સર્વગ્રાહી સમીક્ષા સાથે જરુરી સુચનો અને માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં કલેક્ટરે કોરોના સમય દરમ્યાન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા થયેલ કામગીરીની પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જાણકારી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...