તપાસ:ગોલાના પાલ્લાના ડબલ મર્ડર પ્રકરણમાં 40 કલાક બાદ પણ હત્યારા પોલીસ પકડથી દૂર

લુણાવાડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હત્યાનો ભેદ ન ઉકેલાતાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, ગોધરા રેન્જ IG, DSP સહિતનો કાફલો પહોંચ્યો

લુણાવાડા તાલુકાના ગોલાના પાલ્લા ગામે પંચાલ દંપતીની હત્યા કરાતાં પંથકમાં ચકચાર મચી હતી. ભાજપના કારોબારી સભ્ય ત્રિભોવનદાસ પંચાલ અને તેમના પત્ની જશોદાબેન બુધવારે માેડી રાતે જમી રહ્યા હતા. ત્યારે કોઈ અજાણ્યા કે જાણીતા ઈસમોએ બુમ પાડીને ત્રિભોવનદાસ અને તેમની પત્નીને માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઉપરા છાપરી ઘા મારી હુમલો કરી હત્યા કરી હતી.

હત્યારાઅોને પકડવા ગૃહ રાજ્ય મંત્રીએ તપાસના આદેશ અપાતાં રેન્જ અાઇજી, જિલ્લા પોલીસ વડા સહિત પોલીસની અલગ અલગ ટીમો બનાવીને હત્યારાઅોને પકડવા સતત બીજા દિવસે પણ તપાસ હાથ ધરી હતી. પરંતુ 40 કલાક બાદ પણ સ્થાનિક પોલીસને સફળતા ન મળતાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસ હજુ સુધી હત્યા કયા કારણથી કરાઇ છે તે દિશામાં તપાસ કરી રહી છે.

ગુનેગારને તાત્કાલિક પકડવા માગ
મહીસાગર પંચાલ સમાજના અગ્રણી ત્રીભોવનભાઇ પંચાલ અને એમના ધર્મપત્નીની નિર્મમ હત્યા કરાઇ હતી. એ સંદર્ભમાં પંચાલ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ પ્રમુખ વિશાલભાઇ પંચાલ અને જલદીપ પંચાલ, જિલ્લાના સમાજના આગેવાનો અને પદાધીકારીઓ સ્થળ પર જઇ ધટનાની તપાસ કરી ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવક અને ભાજપા પ્રમુખ દશરથભાઈ બારીયાની મુલાકાત લીધી હતી. અને ધટનામાં સહેજ પણ ભીનું ન સંકેલાય અને યોગ્ય ન્યાયીક તપાસ કરી ગુનેગારને તાત્કાલીક ઝડપી પાડવામાં આવે તેવી માંગણી કરી હતી.

બોમ ડિટેક્શન-ડિસ્પોઝેબલ સ્ક્વોડ મદદે
મૃતક ત્રિભુવનદાસના ઘરે બે મોબાઈલ હતા જેમાં હત્યા બાદ એક એન્ડ્રોઇડ મોબાઈ ન હતો. જેથી પોલીસે લોકેશન મેળવ્યા બાદ ઘટના સ્થળેથી 500 મીટર દૂર મોબાઈલ હોવાનું જાણવા મળેલ જે ને શોધખોળ કરતા પહેલાં બેટરી લો થઈ હોય તેવું લાગતાં મોબાઈલ બંધ થયો હોવાથી ઘટનાના બીજા દિવસે જિલ્લા પોલીસનો કાફલા સહિત બોંમ ડિટેક્શન એન્ડ ડિપોઝેબલ સ્કોડ દ્વારા નોન લાઈન જક્શન ડિટેકટ મશીન (NLGD) જે કોઈ પણ પ્રકાની ધાતું ડિટેકટ કરે છે. તેથી નજીકના એરિયામાં ઝાડી-ઝાંખરામાં મોબાઈલ હોય તો શોધ-ખોળ માટે ખૂબ ગંભીરતાથી પ્રયત્નો ચાલી રહ્યા છે. સાથે સાથે જિલ્લા પોલીસ અને હોમગાર્ડ અને GRD ના જવાનોને મોબાઈલ શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...