વિરપુરથી લુણાવાડા જવાના માર્ગ પર સોનાવાડા વિસ્તારના મોતીભાઈ તલાર સાંજના સમયે સોનાવાડા ગામે કોઈ કામ અર્થે જઈ રહ્યા હતા એ વેળાએ માર્ગ ઉપર પસાર થતા સમયે કોઈ અજાણ્યા વાહને મોતીભાઈને ટક્કર મારતા વૃધ્ધ રોડની સાઈડમાં ફેંકાઈ જતાં ઇજાગ્રસ્ત થયા હતા બીજી તરફ અકસ્માત થતાં જ ઉપસ્થિતીઓએ 108ને જાણ કરી હતી.
પરંતુ દરમિયાન જ અકસ્માતની થોડી ક્ષણોમાં ત્યાંથી નાયબ કલેકટર હરેશભાઈ મકવાણા પસાર થઈ રહ્યા હતા. જેઓની નજર અકસ્માતની ઘટના ઉપર પડતા જ તેઓએ એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર ઇજાગ્રસ્ત વૃધ્ધને પોતે પોતાના વાહનમાં બેસાડી સારવાર માટે લુણાવાડાની કોટેજ હોસ્પિટલમાં ખસેડયા હતા અને તમામ પ્રકારની વ્યવસ્થા કરી હતી.
ઇજાગ્રસ્તના સ્વજનોનો સંપર્ક કરવા સુધી હોસ્પિટલમાં રોકાયા હતા પરિવાર સહિત વૃધ્ધએ અધિકારીનું માનવતાભર્યુ વલણ જોઈ ગદ્દગદિત થઈ આભાર વ્યક્ત કર્યો હતો. તો બીજી તરફ હોસ્પિટલમાં અને અકસ્માત સ્થળે ઉપસ્થિત લોકોએ પણ નાયબ કલેકટરની માનવતાભરી ઉમદા કામગીરીને બિરદાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.