તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:પતિએ પત્નીને મારીને કાઢી મૂકી; વોટ્સએપ પર ત્રિપલ તલાક આપ્યા, પતિ સહિત 4 વિરુદ્ધ લુણાવાડા મહિલા પોલીસ મથકે ફરીયાદ

લુણાવાડા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
વોટ્સએપમાં તલાક આપ્યા હતા - Divya Bhaskar
વોટ્સએપમાં તલાક આપ્યા હતા

સરકાર દ્વારા ત્રણ તલાકનો કાયદો નાબૂદ કરવામાં આવ્યો છે. ત્યારે મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં પતિએ પત્નીને ઘરમાંથી કાઢી મુક્યા બાદ વોટ્સએપ પર તલાક આપતા પતિ સહિત ચાર શખ્સો સામે લુણાવાડા મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ.

પતિ અપશબ્દો બોલી મારઝૂડ કરતો હતો
લુણાવાડામાં પિતાના ઘરે રહેતી મુનિરા શેખે નોંધાવેલ ફરિયાદ મુજબ તેના લગ્ન સંતરામપુરમાં હુસેની ચોક ખાતે રહેતા આરીફ કૈયુમ ટેણી સાથે માતા પિતાની વિરુદ્ધ જઈ 8 વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કર્યા હતા. સાસરીમાં સંયુક્ત કુટુંબમાં રહેવા માટે ગયેલી મુનિરાને થોડાકજ સમય સારું રાખ્યા બાદ આરોપી નણંદ સમીમબેન અને મેહવિસ તેમજ નણંદનો છોકરો ભાણેજ સમીર ઉર્ફે રમીઝ મકસુંદ ચાંદા આ તમામ ભેગા એકજ ઘરમાં રહી વારંવાર ચડામણી કરતા પતિ અપશબ્દો બોલી મારઝૂડ કરતો હતો.

મારી નાખવાની ધમકી આપી હતી
ગત રોજ 24 ઓગસ્ટની રાત્રીના બે વાગ્યે આરીફે પત્ની મુનિરાને ઢોર માર મારતાં પોતાનો જીવ બચાવવા ભાગી હતી. પરંતુ તમામ કુટુંબીજનોએ ભેગા મળી પકડીને પાછી ઘરમાં લઇ જઈ ફરી ભારે મારઝૂડ કરી હતી. અને અગાઉ પણ પત્નીને મેં મારી નાખી છે. તેમ તને પણ મારી નાખીને ફેંકી દઈશ એવી ધમકી આપતા ડરી ગયેલી મુનિરા પોતાનો જીવ બચાવવા મોડી રાત્રીના સમયે ભાગી વહેલી સવારે લુણાવાડા પિતાના ઘરે આવી પહોંચી હતી. તમામ આપવિતી પિતા સહિત ઘરના લોકોને જણાવી હતી. ત્યાર બાદમાં થોડા દિવસો બાદ મુનિરાના પતિ આરીફે કાગળમાં તલાક તલાક તલાક લખીને વોટ્સએપથી મેસેજ કરીને મુનિરાને તલાક આપી દેતા મુનિરાઅે સાસરીમાં રહેતા પતિ અારીફ સહિત ચાર શખ્સો વિરુદ્ધ લુણાવાડા મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...