તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:મહીસાગર જિલ્લામાં 98 છાત્રાલય અને આશ્રમ શાળાના બાળકોનું ભાવિ અધ્ધરતાલ

લુણાવાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષણ ઓનલાઈલ થતાં મોબાઈલની સુવિધા વિના બાળકો ભણતા નથી

મહીસાગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી આશ્રમશાળાઓમાં સૌથી વધું પછાત અને ગરીબ પરિવારના બાળકો અભ્યાસ કરે છે. જિલ્લામાં 98 છાત્રાલય અને આશ્રમશાળાઓ આવેલ છે. જેમાં અંદાજીત 10,275 બાળકો શિક્ષણ મેળવતા હોય કોરોના મહામારી વચ્ચે શૈક્ષણિક કાર્ય ઓનલાઈન થતા જ મોબાઈલની સુવિધા વિનાના આશ્રમશાળા અને છાત્રાલયના બાળકોનું ભાવિ ધુંધળૂ બની ચૂક્યું છે. ત્યારે આવા ગરીબ બાળકો એન્ડ્રોયડ મોબાઈલ ફોન લાવવા માટે નિશાસો નાખી રહ્યા છે.

વૈશ્વિક મહામારી કોરોનાને પગલે મહીસાગર જિલ્લામાં શૈક્ષણિક કાર્યા બંધ થતાં શાળા-કોલેજો દ્વારા માત્ર શિક્ષકો તેમજ વહીવટકર્તાઓ માટે જ ખુલ્લા રહ્યા છે. વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં ન આવે તે હેતુ સર શાળાએ જવા ઉપર પ્રતિબંધ મુકતા આખરે ઓનલાઈન શિક્ષણ આપવાનો નિર્ણય લેમાં આવ્યો હતો. મહીસાગર જિલ્લામાં સરકારી ખાનગી શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવતા કેટલાક પરિવારોમાં મોબાઈલની સુવિધાઓ ન હોવાથી વાલીઓએ બાળકોના હિતાર્થે ઘરમાંથી કિંમતી વસ્તુઓ વેચાણ કરીને પણ મોબાઈલ ખરીધ્યા હોવાના કિસ્સા બન્યા છે.

પરંતુ સૌથી કફોડી સ્થિતિ આશ્રમશાળાના ગરીબ અને પછાત બાળકોના ભવિષ્યને થઈ છે. આશ્રમશાળામાં અભ્યાસ કરતા બાળકો મોટાભાગે અદિમજૂથ પરિવાર અને અતિપછાત ગરીબ પરિવારના બાળકો હોય છે. જેઓના વાલીઓની આર્થિક સ્થિતિ એટલી સદ્ધર નથી કે જેઓ ઓનલાઈન શિક્ષણ માટે બાળકોને મોબાઈલ આપી શકે તેમ નથી. ત્યારે કોરોના મહામારીના એક વર્ષ પૂર્ણ થયા બાદ હાલમાં ઓનલાઈન શિક્ષણ બાળકો મેળવી શકતા નથી. જેનો નિશાનો વાલીઓ નાખતા થાય છે. ત્યારે મહીસાગર જિલ્લામાં સાક્ષરતાનો ગ્રાફ વધાવાને બદલે મહામારીની અસરમાં નીચે ઉતરે તેવી શક્યતાઓન નકારી શકાય તેમ નથી.

અન્ય સમાચારો પણ છે...