તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:લુણાવાડા પાલિકાના પ્રમુખની 22 જૂનના રોજ ચૂંટણી યોજાશે

લુણાવાડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રમુખને પક્ષાતંર ધારા હેઠળ સસ્પેન્ડ કરાયા હતા
  • હાલ કોંગ્રેસ -14 , ભાજપા - 8 અને અપક્ષ - 1 સભ્ય છે

લુણાવાડા નગરપાલિકા પાછલા કેટલાય સમયથી રાજકીય વિવાદોમાં હોવાથી નગરનો વિકાસ ખાડે ગયો હતો. અલગ અલગ પાર્ટીના નેતાઓ પોતાની પાર્ટીના પ્રમુખ બનાવવા માટે વારંવાર પ્રયત્નો કરતા લુણાવાડા નગરપાલિકાનો વિકાસ ખાડે ગયો હતો. કોંગ્રેસના ટેકાથી NCP ના પ્રમુખ બન્યાના થોડા દિવસોમાં 22 સભ્યો દ્વારા અવિશ્વની દરખાસ્ત મુકી હતી. ત્યારે 31 માર્ચના રોજ પ્રમુખ બ્રિન્દાબેન શુક્લ અને ચીફ ઓફીસરની અધ્યક્ષતામાં સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. જેમાં 2020-21 નું રૂ.52 કરોડ 86 લાખનું બજેટ મંજુર ન થયું હતું. બ્રિન્દાબેન શુકલ NCP માં થી ચૂંટાયા બાદ ભાજપના સક્રિય સભ્ય બન્યા હતા.

તથા બીજેપીના ત્રણ સભ્યો દ્વારા NCP ના પ્રમુખ બ્રિનદાબેન શુકલને ટેકો જાહેર કરતાં કોર્પોરેટર પ્રીતિબેન સોની દ્વારા અરજી કરાતાં પ્રમુખ બ્રિનદાબેન શુકલ તથા ભાજપમાંથી ચૂંટાયેલા હીનાબેન ભોઈ,જયશ્રીબેન ડાભી અને કેતનકુમાર ડોડીયારને ગુજરાત રાજ્યના નામોદિષ્ટ અધિકારી શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ ઉપપ્રમુખ મીનાબેન પંડ્યાને પ્રમુખનો ચાર્જ આપવામાં આવ્યા બાદ નવા પ્રમુખ માટે 22 જૂનના રોજ નવા પ્રમુખ માટે ચૂંટણી જાહેર કરવામાં આવી છે. ત્યારે કોંગ્રેસ પાસે 14 સભ્યો છે અને ભાજપ જોડે 8 અને અપક્ષ જોડે 2 સભ્યો છે. જેથી કોંગ્રેસના પ્રમુખ બનવાવની સંભાવના દેખાઈ રહી છે.​​​​​​​

ભાજપ પાસે બહુમતી ન હોવા છતાં પ્રમુખ બનાવવા માટે મરણિયો પ્રયાસ
પાલિકાના 4 સભ્યો સસ્પેન્ડ થાય બાદ ભાજપમાંથી-8,કોંગ્રેસમાંથી-14 અને અપક્ષમાં-2 સહિત 24 સભ્યો ચૂંટાયલા રહ્યા છે. ત્યારે ભાજપ પ્રમુખ બનાવવા માટે હવાતીયા મારતી જોવા મળી હતું. તો બીજી તરફ પક્ષાંતર ધારામાં સસ્પેન્ડ થવાની બીક સતાવે છે તો જોવાનું રહ્યું ?

અન્ય સમાચારો પણ છે...