તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

52 કરોડ 86 લાખનું બજેટ મંજૂર:લુણાવાડા પાલિકામાં બજેટની સભા તોફાની બની

લુણાવાડા17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાલિકા પ્રમુખ, મંજૂર કે નામંજૂર કંઈ કહેવા તૈયાર નથી : સીઓ

લુણાવાડા નગરપાલિકા પાછલા કેટલાય સમયથી વિવાદોમાં છે કોંગ્રેસના ટેકાથી NCPના પ્રમુખ બન્યાના થોડા દિવસોમાં 22 સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત મુકવામાં આવી હતી. ત્યારે 31 માર્ચના રોજ પ્રમુખ બ્રિન્દાબેન શુક્લ અને ચીફ ઓફીસરની અધ્યક્ષતામાં સામાન્યસભા બોલાવવામાં આવી હતી જેમાં 2020-21 નું રૂ.52 કરોડ 86 લાખનું બજેટ મંજુર કરવાનું હતું.

નગરપાલિકાના 28 સભ્યોમાંથી 25 સભ્યો હાજર રહ્યા હતા ત્યારે જેવી બજેટ મંજુર કરવાની વાત આવતાં સામાન્યસભા તોફાની બનતા બજેટ મંજુર કે નામંજૂર તેનું રહસ્ય અકબંધ રહ્યું હતું. ત્યારે લુણાવાડા નગરના લોકોમાં સવાલો પેદા થયા છે કે લુણાવાડાનો વિકાસ થશે કે કેમ? અને બજેટ મંજુર ગણવું કે ના મજૂર ગણવું જેવા પ્રશ્નો થયાં હતા.

14 સભ્યોના ટેકાથી બજેટ મંજૂર કરાયું
લુણાવાડા નગરપાલિકાની સામાન્યસભા હતી. જેમાં 52.86 લાખનું બજેટ હતું પરંતુ નગરનો વિકાસ ન થવા દેવાના ઈરાદે કેટલાક સભ્યો દ્વારા સભા તોફાની બનાવાઇ તેમ છતાં હાજર 25માંથી 14 સભ્યો દ્વારા ટેકો જાહેર કરતાં બજેટ મંજૂર કરવામાં આવ્યું. > બ્રિન્દાબેન શુક્લ, પાલિકા પ્રમુખ

22 સભ્યોમાંથી 20 સભ્યોએ બજેટ બોર્ડનો વિરોધ કર્યો હતો
ગુરૂવારે બજેટનું બોર્ડ બોલાવ્યું હતું પ્રમુખ સામે અગાઉ 22 સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત મુકાઇ હતી. ત્યારે બજેટ બોલાવતા 20 જેટલા સભ્યો દ્વારા બજેટ બોર્ડ અને તમામ મુદ્દાઓનો વિરોધ કર્યો હતો. > જયેન્દ્રસિંહ સોલંકી, પૂર્વ પ્રમુખ, નગરપાલિકા

મીટિંગમાં બોર્ડ ફક્ત પાંચ જ મિનિટ ચાલ્યુંુ, કોઇને તક નહીં
મીિટંગમાં પાંચ જ મિનિટ બોર્ડ ચાલ્યું છે અને બધા મુદ્દા ફટાફટ બોલ્યા છે. કોઈને બોલવાની કે વિરોધ નોંધવાની તક આપી નથી. પાછળથી 20 સભ્યોએ વિરોધ નોંધાવી બજેટ ના મંજૂર કર્યું છે. > મીનાબેન પંડ્યા, ઉપપ્રમુખ પાલિકા

સભ્યો લખીને આપે પછી ગણતરી કરીને નક્કી થશે
બજેટ મંજૂર નામંજૂર હજુ નિર્ણય પર છે પ્રોસેડિંગ ફાઈનલ કરીને જણાવું, સભ્યો વિરોધ લખીને આપે પછી ગણતરી કરી નક્કી થશે. > પ્રણવ ચૌધરી, ચીફ ઓફિસર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો