અકસ્માત:હાડોળ પાસે ટેમ્પાેનું ટાયર ફાટતાં અકસ્માત : 1નું મોત

લુણાવાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દહેગામથી સુખસર પરત ફરતા હતા

સુખસરના આદિવાસી સમાજના લોકો ઘઉં કાપવા મજૂરી અર્થે દહેગામ ગયા હતા. તેઓ ઘઉ ભરેલા ટેમ્પોમાં અાવતા હતા ત્યારે ટેમ્પાના ડ્રાઇવરે ટેમ્પો પુરઝડપે હંકારી લાવી હાડોળ પાસે ડ્રાઇવર સાઇડનું પાછળનું ટાયર ફાટી જતા ટેમ્પો પલ્ટી ખાઇ જતા ટેમ્પામાં પાછળના ભાગે બેઠેલા મયુર બારીયા, રમેશ બારીયા, કોકીલા બારીયા, સમી બારીયા, રીના બારીયા, રાધા બારીયા, રાજલ બારીયા, લીલા ભુરીયા, લસુ કટારા, પંકજ બારીયા, રવિના બારીયા, વિમળા બારીયા, સમીર બારીયા, જ્યોત્સના બારીયાની દીકરી તથા કાજલ બારીયા તથા કીશન બારીયા રહે.આસપુરને ઇજાઓ પહોચી હતી.

તેમજ મના બારીયાને ગંભીર પ્રકારની ઇજાઓ પહોચાડતા સારવાર દરમ્યાન મોત નિપજાવી ડ્રાયવર ટેમ્પો સ્થળ પર મુકી નાસી જતા લોકો દ્વારા 108માં કોલ કરી સારવાર માટે લુણાવાડા કોટેજમાં ખસેડ્યા હતા. તો બીજી તરફ કોઠંબા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...