તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:લુણાવાડાથી દીવડા રસ્તાની કામગીરીમાં વચ્ચે આવતા વૃક્ષ કાપ્યા વગર રોડ બનાવતાં આશ્ચર્ય

મલેકપુર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તંત્ર દ્વારા સિંગલ રોડને પહોળો કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં અાવી હતી

ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં જુદા જુદા વિકાસના કામો કરવામાં અાવી રહ્યા છે. જેમા રસ્તાનુ નવીની કરણ પણ હાથ ધરવામાં અાવી રહ્યુ છે. મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં લુણાવાડાથી દિવડા અવર જવર માટે અા રસ્તાો ઉપયોગ વધી ગયો હતો. પરંતુ સીંગલ પટ્ટી રસ્તો હોવાના કારણે અકસ્માતના બનાવો પણ વધી ગયા હતા. તંત્ર દ્વારા સીંગલ રોડને પહોળો કરવાની પ્રક્રીયા હાથ ધરવામાં અાવી હતી. ત્યાર બાદ કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તો બનાવવાની કામગીરી હાલ ચાલી રહી છે.

જેને કારણે આજુબાજુના ગ્રામ્યજનોમાં ખુશીઓનો માહોલ જોવા મળ્યો છે. પરંતુ રોડની વચ્ચે અાવતા ઝાડને કાપ્યા વગર રોડ બનાવી દેતા વાહન ચાલકો પણ અચંબામાં મુકાઇ ગયા છે. જેને લઇને તંત્રની નિષ્કાળજી જોવા મળી રહી છે. રસ્તાો બનાવવાની કામગીરીમાં ખરેખર કોની લાપરવાહી છે. રોડ બનાવવા તંત્રને ઉતાવળ હતી કે કોન્ટ્રાક્ટરને તે પણ અેક ચર્ચાનો વિષય બન્યો છે. જ્યારે તંત્ર દ્વારા રસ્તાની વચ્ચે અાવતા ઝાડને દુર કરવા માટે ટેન્ડરીંગ પણ યોજાયુ છે. પરંતુ ટેન્ડર ખુલ્યા પહેલા રસ્તાની કામગીરી શરૂ કરાતા અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો