તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતોમાં ખુશીનો માહોલ:લુણાવાડા APMCમાં ઘઉં અને ચણાની ટેકા ભાવે ખરીદી શરૂ

લુણાવાડા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘઉંનો 20 કિલોનો ભાવ રૂા.395 અને ચણાનો રૂા.1020
  • કોરોનાને કારણે 20 એપ્રિલથી ખરીદી મોકુફ રાખી હતી

કોરોના મહામારીની બીજી લહેરે દેશ સહિત ગુજરાતમાં હાહાકાર મચાવ્યો હતો. મહિસાગર જિલ્લામાં પણ કોરોના કેસ વધતા તંત્ર દ્વારા 20 એપ્રિલ 2021થી એપીએમસી માર્કેટમાં ટેકાના ભાવે ખરીદી કરવાનુ મોકૂફ રાખ્યું હતુ. હાલ કોરોનાના સંક્રમણમાં નોંધપાત્ર ઘટાડો નોંધાતાં તંત્ર દ્વારા 24 મે 2021થી મહિસાગર જિલ્લાના નાગરિક પુરવઠા નિગમ દ્વારા હાલ ટેકાના ભાવે ઘઉં અને ચણાની ખરીદી ચાલુ કરવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. લુણાવાડા એપીએમસી માર્કેટમાં ઘઉં માટે કુલ 299 ખેડૂતોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

જેમાં હાલ 97 ખેડૂતોની ટેકાના ભાવે ખરીદી કરાઇ હતી. જ્યારે ચણા માટે 1088 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં 397 ખેડૂતોની ચણાની ખરીદી કરાઇ હતી. સરકાર દ્વારા ઘંઉ 20 કિલોનો ભાવ રૂા. 395 તથા ચણા 20 કિલોનો ભાવ રૂા. 1020 નક્કી કર્યો છે. ગોડાઉન મેનેજર એન.બી.બારીયાએ જણાવ્યું છે કે કોરોના સંક્રમણ વધે નહી તે માટે હાલ દરરોજ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી 20 થી 25 ખેડૂતોને બોલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...