લુણાવાડા ખાતે જિલ્લા પંચાયત હોલમાં બુધવારે જિલ્લાના સરકારી તેમજ ખાનગી તબીબો સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડીસીન વિભાગના વડા અને ગુજરાત સરકારના કોવિડ વિષયક ખાસ ફરજના અધિકારી ડૉ. કમલેશ ઉપાધ્યાયે વૈશ્વિક કોરોના મહામારી વિશે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિગતવાર જાણકારી આપી કોવિડને અનુરૂપ વ્યવહાર, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને વારંવાર હાથ ધોવાનું નાગરિકો દ્વારા પાલન થાય તેની તકેદારી રાખવા હાલમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે કેવાં પગલાં ભરવાં જોઇએ કે જેથી માનવ જિંદગીને બચાવી શકાય અને કોરોનાના જે દર્દીઓની સારવાર કરાયો તેઓ ઝડપથી રીકવરી મેળવી સાજા થઇ જાય તે અંગે માર્ગદર્શન આપી હોમ આઇસોલેશનમાં સારવાર લેતાં દર્દીઓને સારવાર પર ભાર મૂકયો હતો.
વધુમાં જિલ્લા કલેકટર ડૉ. મનિષકુમારે તબીબોને આ અંગે જો તેમના કોઇ પ્રશ્નો હોય તો તે પ્રશ્નો પૂછીને તેનું નિરાકરણ લાવવા અનુરોધ કર્યો હતો. તથા જિલ્લામાં 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકો જે જેઓએ રસીનો પ્રથમ ડોઝ મૂકાવ્યો હતો, તેવા 8,15,904 નાગરિકોને સમયસર બીજો ડોઝ મૂકીને બંને ડોઝથી કોરોના સામે રક્ષિત કરવાના હતા તેની સામે 8,51,648 નાગરિકોને બીજો ડોઝ આપી સિદ્ધિ હાંસલ કરીને મહીસાગર જિલ્લાને ગૌરવ બક્ષ્યું છે. આ સેમિનાર કમ વર્કશોપમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એસ.બી.શાહ સહિતના હાજર રહ્યાં હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.