સગીરાનું પગલું:કેરોસીન લઇ આત્મહત્યા કરવા ગયેલી સગીરાને બચાવાઇ

લુણાવાડા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાડોશીની હેરાનગતિથી સગીરાનું પગલું

બાલાસિનોરની 17 વર્ષીય સગીરા આપઘાત કરવા નીકળી ગઈ હતી. સગીરા ઘરે એકલી હોય ત્યારે પડોશી તથા પડોશીની પત્ની ગાળો આપતા 181 મહિલા હેલ્પલાઇનને કોલ મળ્યો હતો કે 17 વર્ષીય મોના ( નામ બદલેલ છે) નામની સગીરાને પડોશી ગાળો બોલે તથા વારંવાર છેડતીનો પ્રયત્ન કરે છે સીટી વગાડી ગામ વચ્ચે બદનામ કરે છે. પતિ પત્નીઅે સગીરાને ગળુ દબાવી મારઝૂડ કરી હતી.

આથી સગીરા ઘરેથી કેરોસીન તથા દીવાસળી લઈને આપઘાત કરવા નીકળી પડ્યા હતા. ત્રાહિત વ્યક્તિ પરથી સાંજે 5.30 કલાકની આસપાસ 181 પર ફોન કરીને જણાવેલ કે પડોશીના ત્રાસથી હુ આપઘાત કરું છું અને તમારી મદદની જરૂર છે તમે નહીં આવો તો હું મરી જઈશ તેમ જણાવ્યું હતુ. ત્યાર બાદ 181ની ટીમ મોનાબેને આપેલ એડ્રેસ પર પહોંચી પરંતુ ત્યાં તેઓ હતા નહીં ત્યાર બાદ બે-ત્રણ જગ્યાએ શોધવાનો પ્રયત્ન કર્યો તો તેઓ તેમના ઘરની નજીકથી મળી આવ્યા. તમે ના આવ્યા તો હું આજે આત્મહત્યા કરી લેવાની હતી.

ત્યારે 181 મહિલા હેલ્પલાઇના કાઉન્સેલર સુતરીયા હેતલબેને મોનાબેનનું કાઉન્સેલિંગ કરી સમજાવવાનો પ્રયત્ન કર્યો અને સાંત્વના આપી તથા જણાવેલ કે ફરીથી આવું પગલું ભરવું નહીં જરૂર પડે 181 ટીમ તથા પોલીસ સ્ટેશન તમારા સપોર્ટ માટે છે. મોનાબેનના પરિવાર સાથે વાતચીત કરી તથા પડોશીની પત્ની સાથે વાતચીત કરી મોનાબેનને બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં અરજી અપાવી પરિવારે 181 ટીમનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...