તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:રતનકુવા ગામના નિવૃત્ત શિક્ષક ખેડૂત બાગાયતી દૂધી શાકભાજીની ખેતી કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા

લુણાવાડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રતનકુવા ગામન ખેડૂતે બાગાયતી દૂધીની ખેતી કરી - Divya Bhaskar
રતનકુવા ગામન ખેડૂતે બાગાયતી દૂધીની ખેતી કરી
  • બાગાયત વિભાગની યોજનાથી નિવૃત્ત શિક્ષક જસુભાઈને પ્રોત્સાહન મળ્યું હતું

વિરપુર તાલુકાના રતનકૂવા ગામનાં પ્રગતિશીલ નિવૃત્ત શિક્ષક જસુભાઈ રામાભાઈ પટેલ બાગાયતી ખેતીમાં વિવિધ પ્રયોગશીલ ખેતી કરી રહયાં છે. પોતાની જમીનમાં બાગાયતી દૂધી-કારેલા સહિતની શાકભાજીની વૈજ્ઞાનિક પદ્ધતિ થી ખેતી કરી આર્થિક સધ્ધરતા સાથે સફળતાના સોપાન સર કરી અન્યો ખેડૂતો માટે પ્રેરણાદાયી બન્યા છે.

જસુભાઇ અગાઉ કપાસ, મકાઇ અને બાજરીની પરંપરાગત ખેતી કરતા હતા. અગાઉની જૂની પધ્ધતિ થી પરંપરાગત ખેતીમાં ખેતી ખર્ચના વધારા સાથે ઉત્પાદન પણ ઓછુ મળતું હતું. ત્યાર બાદ સરકારના નાયબ બાગાયત નિયામકની કચેરીનો સંપર્ક કરી બાગાયત શાકભાજી ખેતી માટે માર્ગદર્શન મેળવી તેઓ શાકભાજીની આધુનિક ખેતી તરફ વળ્યાં છે. મે અગાઉ તડબૂચ,ફ્લાવર, કોબીજ, ટામેટા, કારેલાં વગરેની ખેતી કરી તેમા મને સારું ઉત્પાદન અને સારી આવક મળી જમીનમાં બાગાયત વિભાગ દ્વારા માર્ગદર્શન પ્રાપ્ત કરી આધુનિક ખેત પધ્ધતિ અપનાવી ખેતી કરી સારી આવક મેળવી રહ્યો છું.

ખેતી ખર્ચ બાદ કરતા રૂા. 87000નો નફો મળેલ છે
મે 3 વિઘા જમીનમાં દૂધી કારેલા શાકભાજીનું વાવેતર કરેલ જેમા થી દૂધીમાં અત્યાર સુધી 500 મણ જેટલું ઉત્પાદન મેળવેલ છે તેમજ હજુ પણ દૂધીની આવક ચાલુ છે. તેમા તેમણે બિયારણ, ખાતર, દવા અને મજુરી ખર્ચ રૂા.13000 જેટલો થયેલ છે. જેમા દૂધીનું રૂા.10ના ભાવે 1 કિલો લેખે વેચાણ કરતા અંદાજે રૂા. 1 લાખની આવક થઇ છે. જે ખેતી ખર્ચ બાદ કરતા રૂા. 87 હજારનો નફો મળેલ છે. તેવીજ રીતે કારેલા શાકભાજીમાં પણ રૂા. 30000નો નફો મળેલ છે. -જસુભાઇ પટેલ, ખેડુત

અન્ય સમાચારો પણ છે...