તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નોંધણી:પંચ.,મહી., દાહોદ, આણંદ અને ખેડાના ડીગ્રી હોલ્ડરોની નોંધણી

લુણાવાડા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • માસ્ટર, મેડિકલ કે ફાર્મસી ડીગ્રી ધરાવતા ઉમેદવારો

યુનિવર્સીટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર , વલ્લભ વિદ્યાનગર દ્વારા પંચમહાલ,મહીસાગર, દાહોદ, આણંદ અને ખેડા જિલ્લાના માસ્ટર ડીગ્રી , એન્જીનીયરીંગ ડીગ્રી, મેડીકલ ડીગ્રી કે ફાર્મસી ડીગ્રી ધરાવતા રોજગાર વાંચ્છુ ઉમેદવારોની નામની નોંધણી કરવામાં આવે છે. જે બાદ નોકરીદાતાઓની જરૂરીયાત મુજબ નોંધાયેલ ઉમેદવારોને નોકરી મળી રહે તે માટે ભલામણ કરવામાં આવે છે. પરંતુ હાલમાં કોવીડ-૧૯ની પરિસ્થિતિને ધ્યાને લઈને ડીગ્રી ધરાવતા રોજગાર વાંચ્છુક ઉમેદવારોએ કચેરી ખાતે રૂબરૂ આવવું ન પડે અને ઘરે બેઠા રોજગાર કચેરીમાં નામ નોંધણીની સેવાનો લાભ મળે તે હેતુંથી ઉમેદવારે જાતે ueb.vvnagar@gmail.com ના ઈ-મેઈલ આઈ.ડી. પર જરુરી ડોક્યુમેન્ટની પી.ડી.એફ બનાવી ઈ-મેઈલ મોકલીને નજીકની કચેરીમાં ફોન દ્વારા જાણ કરવાની રહેશે. જે ઉમેદવાર પોતાના નામની નોંધણી અંગે કચેરીમાં જાણ કરશે તે ઉમેદવારોના ઈ-મેઈલ આઈ.ડી પર કચેરી દ્વારા રજિસ્ટ્રેશન કાર્ડ મોકલી આપવામાં આવશે. લાયકાત ધરાવતા બેરોજગાર ઉમેદવારોને મોટી સંખ્યામાં આ સેવાનો લાભ લેવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો