કોરોના મહામારી:મહીસાગરમાં 4ના રેપિડ ટેસ્ટ નેગેટિવ પણ Rtpcr ટેસ્ટ પોઝિટિવ આવતાં શંકા

મહીસાગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહીસાગર જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. - Divya Bhaskar
મહીસાગર જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે.
  • જિલ્લામાં આરોગ્ય વિભાગે 31699 રેપિડ ટેસ્ટ કર્યા

મહીસાગરમાં લોકોને તાત્કાલિક કોરોનાની સારવાર મળી રહે અને કોરોનાનું સંક્રમણ વધુ ના ફેલાય તેવા આશય સાથે મહીસાગર આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધી 31699 રેપીડ ટેસ્ટ કરાયા છે. પરંતુ આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ જો રેપિડ ટેસ્ટ નેગેટિવ આવે તો ભયમુક્ત બનવાની જરૂર નથી. RTPCR ટેસ્ટ પોઝિટિવ આવી શકે છે.

મહીસાગર જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા માટે પ્રયત્નો હાથ ધર્યા છે જેના ભાગરૂપે કડાણા તાલુકાના મુનપૂર પ્રાથમિક આરોગ્ય વિભાગ દ્વારા હાલ 35 રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમા તમામ રીપોર્ટ નેગેટિવ આવ્યા હતા જોકે તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધી 4808 રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા તેવીજ રીતે સંતરામપુરમા 9102 બાલાસિનોરમા 4007 વિરપુરમા 2380 ખાનપુરમા 3751 ત્યારે લુણાવાડામા 7651 મળી કુલ 31699 રેપીડ ટેસ્ટ અત્યાર સુધી જીલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલ છે પરતું એવું પણ જોવા મળ્યું છે કે જે વ્યક્તિઓને રેપીડ ટેસ્ટ નેગેટીવ આવેલ હોય અને તેમના RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા ત્યારે કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...