તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વિશ્વ સહિત ભારતમાં કોરોના માહામારી આવ્યા બાદ સમગ્ર રાજ્યમાં એસટી બસ સેવા બંધ કરી દેવાઇ હતી. બાદમાં કોરોના કેસોમાં અાંશીક સુધારો આવતાં અનલોક કરતા તાલુકા મથકને લઈને જીલ્લા મથક સુધીની મોટા ભાગની બસ સેવાઓ શરૂ કરી દેવામાં આવી છે.
ત્યારે મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હજુ સુધી પુરતા પ્રમાણમાં બસ સુવિધા પુરી પાડવામાં આવી નથી રહી જેના કારણે ગ્રામ્ય વિસ્તારોના લોકોને અવરજવર કરવા માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. કોરોનાના કપરા કાળમાં અહીંંની જનતા માટે માણસના ભોગની જેમ બસનો પણ ભોગ લઇ લીધો છે. આ વિસ્તારની સૌથી વધુ આવક અને સંખ્યા ધરાવતી બસ હતી. હજારો વિદ્યાર્થીઓ અને મુસાફરો તાલુકા અને જીલ્લા મથકે બસના શરણે હતા પણ બાલાસિનોર ડેપોની બીન જરૂરી વહિવટથી તાલુકાની પ્રજા રસ્તે રઝળતી થઈ છે.
શિક્ષણ અને ધંધા રોજગાર માટે ગ્રામ્યના લોકો અવર જવર કરે છે. પણ એસટી બસ સેવા પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ ના હોવાના કારણે મુસાફરોને ખાનગી વાહનનોનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં બસ સેવા ચાલુ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે. વિરપુર તાલુકા મથકથી લુણાવાડા, કારંટા, ધોડી ,ધાટડા, ધોળીડુંગરી, વડાગામ, ઉભરણ, પરબિયા સહિતના ગામોમાં બસ વ્યહવાર શરૂ કરવામાં અાવ્યો નથી જેને કારણે મુસાફરો હાલાકી ભોગવી રહ્યા છે.
ટ્રાફિક પ્રમાણે જે તે વિસ્તારની બસો ચાલુ કરવા પ્રયત્ન કરીશું
હાલ ગ્રામ્ય વિસ્તારોના મોટાભાગના રૂટમાં જેમ જેમ ટ્રાફિક મળી રહે છે. તેમ તેમ રૂટ ચાલુ કરી દેવાયા છે. જે રૂટ હાલ બંધ છે જેમાં ઈન્કમ નથી કાંતો પુરતો સ્ટાફ નથી હોતા જેના કારણે બંધ કરી દેવામાં આવી હશે. તેમ છતાં ટ્રાફિક જોઈને જેતે વિસ્તારની બસો ચાલુ કરવા પ્રયત્ન કરીશું. - કાન્તીભાઈ પ્રજાપતિ, સ્ટેન્ડ ઈનચાર્જ, બાલાસિનોર
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.