પ્રતિબંધ:મહીસાગરમાં ધરણાં, પ્રતિક ધરણાંના કાર્યક્રમો પર પ્રતિબંધ ફરમાવાયો

લુણાવાડા18 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહીસાગર જિલ્લામાં જાહેર સ્થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી માણસો એકઠાં ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, સેવાસદને પોતાના કામ અર્થે આવતાં નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તે માટે મહીસાગરના અધિક જિલ્‍લા મેજિસ્ટ્રેટ એ.આઇ.સુથારે સેવાસદન, લુણાવાડા, ખાનપુર, બાલાસિનોર, વિરપુર, સંતરામપુર તથા કડાણા તાલુકા સેવાસદન તેમજ અન્ય તમામ સરકારી કચેરીઓની બહાર કોઇપણ વ્યકિતએ/વ્યકિતઓને એકી સાથે કોઇપણ જગ્યાએ ચાર કે તેથી વધુ માણસો ભેગા થવા કે કોઇ મંડળી બનાવી ધરણા, પ્રતિક ધરણા, પ્રતિક દેખાવો, ભૂખ હડતાળ પર બેસવા, ઉપવાસ કે તેમજ સરઘસ/રેલી કાઢવા પર તાત્કાલિક અસરથી અમલમાં આવે તે રીતે તા.5 થી 19 મે સુધી મનાઇ ફરમાવી છે.

અન્ય સમાચારો પણ છે...