તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણા:લુણાવાડાના પ્રોફેસર ડો. કેયૂર ઉપાધ્યાયના આત્મહત્યા કેસની તપાસ CID ક્રાઇમને સોંપી

લુણાવાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણા કરનારા પર ગુનો દાખલ કરવાની માગ કરી હતી

લુણાવાડાના ટી.વી. કલાકાર અને પ્રોફેસર ડો. કેયૂર ઉપાધ્યાયે જુલાઈ 19ના રોજ આગરવાડા ખાતે નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી. મૃતકના પિતા બંસીધર ઉપાધ્યાયે કલેકટરને પોતાના પુત્રને અાત્મહત્યા કરવા દુષ્પ્રેરણા કરનાર સામે ગુનો નોધવા અાક્ષેપ કરતું અાવેદન અાપ્યું જેમાં અાક્ષેપ કર્યો હતો કે મૃતક પ્રોફેસર ડો.કેયુર ઉપાધ્યાયને અાત્મહત્યા માટે દુષ્પ્રેરણા કરનાર તેની પત્ની જોલી, સાળા જીગર પંડયા, સસરા ભરત પંડયા તેમજ અન્ય ઇસમો વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોધાવવા રજુઅાત કરી હતી. સાથે નવા મળેલા પુરાવામાં મૃતકની સુસાઇડ નોટની નકલ, ફરીયાદ નોંધવાની અરજીઅો, જીગરના ધમકી ભર્યા મેસેજની નકલ, સમાચારની નકલ તેમજ મૃતકે કોર્ટમાં અાપેલી જુબાનીની નકલ સાથેનુ અાક્ષેપ કરતું અાવેદન કલેકટર, અેસ પી, ડી.જી.પી, અાઇ.જી, વડાપ્રધાન, મુખ્યમંત્રી હ્યુમન રાઇટસ કમીશન સહિત અનેક જગ્યાઅે કરી હતી.

અાવેદનમાં જણાવેલ કે કોઇ કાર્યવાહી ન થાય તો 4 જુલાઈના રોજ ઉપવાસ પર ઉતરવાની ચીમકી આપતાં પોલીસ વડા દ્વારા તપાસ CID ક્રાઈમ ગાંધીનગરને સોંપી છે. મહી. પોલીસ વડાને અ.મોતની તપાસના કાગળો CID (ક્રાઇમ)ને સોંપવાનો આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...