કોરોના બેકાબુ:મહીસાગરમાં 5 કોરોનાના પોઝિટિવ કેસ

લુણાવાડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહીસાગર જિલ્લામાં રવિવારે ખાનપુર તાલુકાની 1 પુરુષ , વિરપુર તાલુકાના 1 પુરુષ,સંતરામપુર તાલુકાની 1 સ્ત્રી તથા લુણાવાડા તાલુકાની 2 પુરુષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આમ, જિલ્લામાં કોરોના કુલ 1830 કેસ પોઝીટીવ નોધાયા છે. જિલ્‍લામાં સારવાર લઇ રહેલ 10 દર્દીઓ સાજ ાથયા હતા. જેમાં બાલાસિનોર તાલુકામાં 2 સ્ત્રી, ખાનપુર તાલુકાના 1 સ્ત્રી, લુણાવાડા તાલુકાની 4 પુરૂષ, તથા વિરપુર તાલુકાના 3 પુરૂષોએ કોરોનાને મહાત આપતાં રજા આપવામાં વતાં સ્વગૃહે પરત ફર્યા છે.આમ, જિલ્‍લામાં અત્યાર સુધીમાં કુલ 1699 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે. જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 8 વ્યક્તિનું મૃત્યુ થયા છે. જયારે અન્ય કારણથી 35 દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ 43 મૃત્યુ નોંધાવા પામ્યા છે. જિલ્લામાં કુલ 97301 રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના 431 વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇન હેઠળ રાખ્યા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...