તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો વધતો કહેર:મહીસાગરમાં 3 કોરોના પોઝિટિવ કેસ

લુણાવાડા6 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહીસાગર જિલ્લામાં શનિવારે ખાનપુર તાલુકાના 1 પુરૂષનો અને લુણાવાડા તાલુકાની 1 સ્ત્રી અને 1 પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જિલ્લામાં કોરોના કુલ 2144 કેસ પોઝીટીવ નોધાયા છે. જિલ્‍લામાં સારવાર લઇ રહેલ દર્દીઓ પૈકી લુણાવાડા તાલુકાની 1 સ્‍ત્રી અને 2 પુરૂષોએ કોરોનાને મ્‍હાત આપતા તેમને રજા આપવામાં આવતાં તેઓ સ્‍વસ્‍થ થઇને સ્‍વગૃહે પરત ફર્યા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 2052 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે.

જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 9 વ્યક્તિનું મૃત્યુ થયા છે. જયારે અન્ય કારણથી 36 દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ 45 મૃત્યુ નોંધાવા પામ્યા છે. તેમજ જિલ્લાના 58 વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇલ હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે. મહીસાગર જિલ્લામાં કોરોના પોઝીટીવના કારણે 18 દર્દી ડીસ્ટ્રીકટ હોસ્પિટલ-લુણાવાડા, 24 દર્દી હોમ આઇસોલેશન અને 5 દર્દી અન્ય જિલ્લા ખાતે સારવાર હેઠળ છે. કોરોના પોઝીટીવ આવેલ દર્દીઓ પૈકી 39 દર્દીઓ સ્ટેબલ અને 8 દર્દીઓ ઓક્સિજન પર છે.

અન્ય સમાચારો પણ છે...