તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેસ્ક્યુ:લુણાવાડામાં મુસ્લિમ કબ્રસ્તાનની સામે કતલના ઇરાદે બાંધેલ પશુઓને પોલીસ દ્વારા બચાવાયા

લુણાવાડા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
લુણાવાડા પોલીસે કતલના ઇરાદે  બાંધેલ પશુઓને બચાવ્યા - Divya Bhaskar
લુણાવાડા પોલીસે કતલના ઇરાદે  બાંધેલ પશુઓને બચાવ્યા
  • બાવળની ઝાડીમાં 16 પશુઓ બાંધેલા હતા : બે ઇસમો વિરુદ્ધ ગુનો નોંધાયો

લુણાવાડા પોલીસ.સ્ટે.માં નોધાયેલ મિલ્કત સંબંધી ગુનાઓ શોધી કાઢવા સારુ આપેલ સૂચના મુજબ લુણાવાડાના પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી.ભરવાડ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી.સી.માતંગ તથા પોલીસ માણસોની ટીમ બનાવી પેટ્રોલિંગમાં હતા. પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી.ભરવાડને બાતમી મળેલ કે કતલના ઇરાદે મુસ્લિમ કબ્રસ્તાનની સામે ગલ બાવળની ઝાડીમાં 15 પાડા તથા 1 પાડીને ટૂંકા દોરડાથી ક્રૂરતા પૂર્વક બાંધી રાખેલ છે. બાતમી વાળી જગ્યાએ તપાસ કરતા પશુઓને ક્રૂરતા પૂર્વક ટૂંકા દોરડાથી બાંધી રાખેલ હતા.

જે પાડા તથા પાડીની કિંમત 95,000 ગણી તમામને ગોધરા પાંજરાપોળ ખાતે મુકવા તજવીજ કરેલ છે. તથા પશુઓને કતલ કરવાના ઇરાદે બાંધી રાખનાર મોયુદ્દીન ઉર્ફે કાલુ ગનીભાઇ શેખ, બોડો ગનીભાઇ શેખ બંન્ને રહે. આરામપુરા લુણાવાડાની વિરુદ્ધ પશુઓ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધક અધિનિયમની કલમ મુજબ લુણાવાડા પો.સ્ટે.માં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...