તપાસ:ગોલાના પાલ્લાના ડબલ મર્ડર કેસમાં પોલીસ હત્યારાની નજીક

લુણાવાડા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આરોપી નજીકનો, પૈસાની લેતી-દેતીમાં મર્ડર થયાનું અનુમાન

લુણાવાડા તાલુકાના ગોલાના પાલ્લા ગામે પંચાલ દંપતીની હત્યા કરાતા પંથકમાં ચકચાર મચી હતી. ત્રિભોવનદાસ પંચાલ અને તેમના ધર્મપત્ની જશોદાબેન પંચાલ નિવૃત જીવન ગાળી રહ્યા હતા. ત્રિભોવનદાસ જન સંઘના અને મહિસાગર જિલ્લા ભાજપમાં કારોબારી સભ્ય હોદ્દો ધરાવતા હતા. જેઓને બુધવારની રાત્રીના વૃદ્ધ દંપતી જમી રહ્યા હતા ત્યારે કોઈ ઈસમોએ બુમ પાડી ત્રિભોવનદાસ અને તેમની પત્નીને માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઉપરાછાપરી ઘા મારી હત્યા કરાતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

જે બાબતે ગૃહ રાજ્ય મંત્રીએ તપાસના આદેશ આપ્યા હતા. રેન્જ IG જિલ્લા પોલીસ વડા સહિત પોલીસની અલગઅલગ ટિમો સહિત જિલ્લા પોલીસનો કાફલાએ ઘટના સ્થળે પોહચી સતત તાપસ હાથ ધરી હતી. લુણાવડા નગરના CCTV ફૂટેજ ચેક કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જ્યારે સૂત્રો દ્વારા જાણવા મળતાં આરોપી પોલીસ પક્કડથી બિલકુલ નજીક અને રોજેરોજ સંપર્ક વાળો જાણવા મળ્યું છે અને સામાન્ય પૈસાની લેતી-દેતીમાં હત્યા કર્યા હોવાની માહિતી મળી હતી.

અન્ય સમાચારો પણ છે...