તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માસ્ક પહેરવા માર્ગદર્શન:વિરપુરમાં કોરોનાનું સંક્રમણ વધતાં પોલીસ કાર્યવાહી શરૂ

વિરપુર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સપ્તાહમાં રૂા.26000નો દંડ વસૂલાયો

મહિસાગર જિલ્લામાં સમગ્ર વિશ્વમાં ફેલાયેલી કોરોના મહામારીના સંક્રમિતોમાં સતત વધારો થઇ રહ્યો છે. વિરપુર તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના સંક્રમિતોમાં વધારો થતા તાલુકામાં વિસ્ફોટક સ્થિતિ સર્જાઈ છેે. તેમ છતાં લોકો લોકો હજુ પણ ગંભીરતા સમજતાં નથી અને બેફામ બની માસ્ક વગર ફરી રહ્યા છે. જેના કારણેે વિરપુર પોલીસ દ્વારા કડક પગલાં લઈ માસ્ક વગર ફરતા લોકોને અટકાવી તેમની પાસેે દંડ વસૂલ કરવાનુ ચાલુ કરી દીધું છે. જેના કારણે માસ્ક ન પહેરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

વિરપુર પીએસઆઇ એચ.વી. છાસટીયા સહિત સ્ટાફ સાથે રહી‌ છેલ્લા સાત દિવસથી તાલુકાના મુખ્ય રસ્તાઓ સહિત ગામોમાં પણ ચેકિંગ ડ્રાઈવ યોજી હતી. કુલ રૂા.26000ના દંડની વસૂલાત કરવામાં આવી હતી. સાથે ફરજિયાત માસ્ક પહેરવા અંગે સૂચનાઓ સાથે માર્ગદર્શન પણ આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો