કાર્યવાહી:બાલાસિનોરમાં જાતીય સતામણી કરનાર ફાર્માસિસ્ટ સસ્પેન્ડ કરાયો

લુણાવાડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોવિડ-19માં ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવતા હતા

હાલમાં સમગ્ર દેશ-વિદેશમાં કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે ડોક્ટરો, નર્સને કોરોના વોરિયર્સ તરીકે માન-સન્માન અપાઇ રહ્યું છે. ત્યારે મહીસાગર જિલ્લામાં 50 વર્ષના ફાર્માસિસ્ટ ભાવેશ પટેલ દ્વારા 24 વર્ષની યુવતીની છેડતી કરાઇ રહી હતી. જોકે સ્ટાફની યુવતીએ હિંમત દાખવતાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. આ બાબતે નાયબ કલેકટર વિમલ ચૌધરીએ જણાવ્યું હતું કે 2013ના કાયદા મુજબ વર્કપ્રેસ પર જાતીય સતામણી બાબતે જિ.કલેકટર અથવા જિ.કક્ષાએથી બનાવેલ કમિટી બંને પક્ષકારોને બોલાવી સાંભળ્યા બાદ નિર્ણય લેવાશે તેવું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...