તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:જમીનના નવા કાયદા મુજબ ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરવા અરજ

લુણાવાડાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જનોડ સ્ટેટના રાજકુમાર દ્વારા અરજી, ખેતીની જમીન હેતુ ફેર કરી વેચાણ કરાઇ

મહીસાગર જિલ્લામાં ભુમાફિયાઓ દિન-પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે બાલાસિનોર તાલુકાના જનોડ ગામે ખેડૂતોને ખેડવા માટે સરકાર દ્વારા જમીન ફાળવી હતી. જે જમીનની હેતુ ફેર કરી વેચાણ થતા ધ લેન્ડ ગ્રેબિંગ પ્રોહીબિશન એકટ મુજબ ગુનો દાખલ કરવા જનોડ સ્ટેટના રાજકુમાર રાજવિજયસિંહ ધર્મેન્દ્રસિંહ સોલંકી દ્વારા બાલાસિનોર પ્રાંત અધિકારીને અરજી કરી જણાવ્યું હતું કે અમારા દાદા સાહેબની માલિકીના જમીન સર્વે નં 260ની જનોડ ગામે ખેડૂતો ને ખેતી કરવાના હેતું થી સરકાર દ્વારા ફાળવવામાં આવી હતી.

પરંતુ ખેડૂતો દ્વારા હેતુ ફેર કરી સૌરાષ્ટ્ર અને બાયડના ખેડૂતોને વેચી દેવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. જેથી હેતુ ફેર થયો હોવાથી આ રેકર્ડ પુરાવા ચકાસી અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે. મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને રેકડ પુરાવા ચકાસી અહેવાલ રજુ કરવા જણાવ્યું છે. ત્યાર બાદ નિર્ણય લેવાશે.>વિમલ ચૌધરી, બાલાસિનોર પ્રાંત અધિકારી

રેકર્ડ પુરાવા ચકાસી અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે
મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને રેકડ પુરાવા ચકાસી અહેવાલ રજુ કરવા જણાવ્યું છે. ત્યાર બાદ નિર્ણય લેવાશે.>વિમલ ચૌધરી, બાલાસિનોર પ્રાંત અધિકારી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો