તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:સીમલીયા ગામ તરફનું દિશા સૂચક બોર્ડ ખોટી જગ્યાએ લગાવતાં મુસાફરો અટવાયાં

મલેકપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખોટી જગ્યાએ બોર્ડ ફિટ કરાતાં મુસાફરો દોઢ કિલોમીટર આગળ જતા રહે છે

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના સેણાદરીયા ગોરાડા ચોકડી પાસે તંત્ર દ્વારા રામપુર, પાદેડી અને સીમલીયા ગામે જવાનુ દીશાસુચક બોર્ડ તંત્ર દ્વારા દીશાસુચક બોર્ડ સીમલીયા ગામે જવાના બદલે તેની વિરુદ્ધ દીશાએ ઉભુકરી દેવાતા અજાણ્યા મુસાફરો અટવાઇ જતા પરેશાન થઇ રહ્યા છે.

ખોટી જગ્યાએ બોર્ડ ફીટ કરી દેવતા મુસાફરોને એક દોઢ કિલોમીટર આગળ જઈને પાછા આવવુ પડે છે. આમ તંત્રની ઘોર નિષ્કાળજીના કારણે અજાણ્યા મુસાફરો પરેશાની ભોગવી રહ્યા છે. તંત્ર દ્વારા સીમલીયા તરફ જવાનું દીશાસુચક બોર્ડ તેની જરૂરી જગ્યાઅે લગાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...