આયોજન:લુણાવાડામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પૅન ઇન્ડિયા અવેરનેસ કાર્યક્રમ

લુણાવાડા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલા અને બાળ વિકાસ વિભાગ અને જિલ્લા સેવા સત્તા કાનૂની સેવા મંડળ મહીસાગર દ્વારા કરાયેલું આયોજન
  • કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓને મહિલા કાયદાઓનું માર્ગદર્શન આપી સમાજમાં માન અને સ્વમાન અપાવવાનો છે

મહિલા અને બાળ વિકાસ વિભાગ અને જિલ્લા સેવા સત્તા કાનૂની સેવા મંડળ મહીસાગરના સંયુક્ત ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પૅન ઇન્ડિયા એવરનેસ ઉજવણી નિમિત્તે મહીસાગર જિલ્લા ન્યાયાલય ખાતે મહિલા લક્ષી કાયદા અંગે જાગૃતતા આવે અને મહિલાઓને સમાજમાં માન અને સ્વમાન મળી રહે તેવા ઉમદા હેતુસર જાગૃતિ કાર્યક્રમનું આયોજન પ્રિન્સીપલ ડીસ્ટીક્ટ્ર જજ એચ. એ. દવેના અધ્યક્ષ સ્થાને અને જિલ્લાની વિવિધ કોર્ટોના જજોની ઉપસ્થિતિમાં કાર્યક્રમને દીપ પ્રાગટય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ડીસ્ટ્રીક્ટ જજે પ્રાસંગિક ઉદબોધનમાં મહિલા સશક્તિકરણ જાગૃતિ કાર્યક્રમ કરવાની પહેલ કરી વધુમાં વધુ સમાજની મહિલાઓ આગળ આવી મહિલાલક્ષી કાયદાઓથી અવગત થાય તે બાબત પર ભાર મુક્યો હતો. તેમજ મહિલા લક્ષી કાયદા અંગે જાગૃતતા આવે અને મહિલાઓને સમાજમાં માન અને સ્વમાન મળી રહે તેવા ઉમદા હેતુસર આવા જાગૃતિ કાર્યક્રમોની તેમા મહત્વની ભૂમિકા રહેશે. તથા ડીસ્ટ્રીક્ટ જજ શ્રી એચ. એ. દવેના હસ્તે મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળની વિધવા બહેનોનું સામાજિક પુન:સ્થાપન અને પરીવર્તનની વિભાવનાની પહેલ કરતી ગંગા સ્વરૂપા પુન: લગ્ન આર્થિક સહાય યોજના હેઠળના મહીસાગર જિલ્લાના પ્રથમ દંપતિ લાભાર્થી જશીબેન રમણભાઇ વણકર અને રમણભાઇ વણકરને સરકારની રૂ.50,000ની આર્થિક સહાય તથા વ્હાલી દિકરી યોજના હેઠળના કુલ 3 લાભાર્થીને મંજુરી હુક્મ પત્ર આપી હર્ષની લાગણી અનુભવી હતી. તથા રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડાલીસ્ટ અને કરાટે ચેમ્પનીયન જિલ્લાની દિકરી તનુશ્રી સોનીએ પોતાની આગવી શૈલીમાં સ્વરક્ષણના પ્રાથમિક કરાટે દાવપેચથી ઉપસ્થિત લોકોના અવગત કરી મહિલા સશક્તિકરણનો સંદેશો પાઠવ્યો હતો. આ પ્રસંગે જિલ્લાની વિવિધ કોર્ટોના જજો, ઈ.ચા.સેક્રેટરી જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...