તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:વાલાજીના મુવાડામાં કાચા રસ્તાને લઈ આક્રોશ, ચૂંટણી સમયે ‌અપાતા વચનો તદ્દન પોકળ સાબિત થયા

વિરપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વિરપુર તાલુકાના ખેરોલી ગ્રામ પંચાયત વિસ્તારમાં ગામમાં પાયાની સુવિધાઓનો અભાવ

મહિસાગરના વિરપુર તાલુકાના ખેરોલી ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ વાલાજીના મુવાડા 80 ઘરની વસ્તી ધરાવતા આ ગામમાં પાયાની સુવિધાઓ આપવામાં સ્થાનિક ગ્રામ પંચાયત ઠાગાઠૈયા કરતી હોવાનું બહાર આવ્યું છે. પંચાયત રાજ આવ્યા પછી પણ આ ગામના લોકોને પાકા રસ્તાની સુવિધાઓ આપવામાં આવી નથી. જેને લઈને ગ્રામજનોનો પંચાયત સામે આક્રોશ જોવા મળ્યો હતો.

ચોમાસા દરમિયાન આ ગામથી બીજા ગામ સુધી જવાનો એકજ માર્ગ છે. અને આ કાચા રસ્તાને કારણે મુસાફરી કરવી અતી જોખમી બની છે. જ્યારે આ કાચા રસ્તા પરથી માંદગી વાળા દર્દીઓ કે પ્રસૂતિ મહિલાઓને સારવાર માટે દવાખાને પહોચાડવાના સમયે મુશ્કેલી પડતી હોય છે. ત્યારે ક્યારેક આ કાચા રસ્તા પરથી વાહન ન આવી શકતા દર્દીઓને ખાટલા પર કે અન્ય સહારાથી એકથી બે કિલોમીટર ચાલતા દવાખાના સુધી પહોચવું પડે છે. વાલાજીના મુવાડા ગામનો કાચા રસ્તાને પાકો બનાવવા તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે તેવી લોકોની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...