હાલાકી:મહીસાગર જિલ્લામાં વેપારીઓ રૂ.10નો સિક્કો ન સ્વીકારતાં રોષ

લુણાવાડા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
લુણાવાડામાં પણ વેપારીઓ રૂ.10નો સિક્કો નથી સ્વિકારતા. - Divya Bhaskar
લુણાવાડામાં પણ વેપારીઓ રૂ.10નો સિક્કો નથી સ્વિકારતા.
  • ભારતીય રિઝર્વ બેંકે રૂા.10નો સિક્કો ચલણમાં મુક્યો છે
  • ગુજરાતના અન્ય શહેરોમાં 10નો સિક્કો ચલણમાં અમલમાં છે

લુણાવાડા સહિત મહીસાગર જિલ્લામાં 10 રૂપિયાના સિક્કાને નાના- મોટા તમામ વેપારીઓ સ્વીકારતા નથી. તેથી માન્ય ભારતીય ચલણનો જાહેરમાં અનાદર થઈ રહ્યો છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા રૂ.10નો સિક્કો ચલણ તરીકે અમલમાં મુક્યો છે પરંતુ લોકો કે વેપારી રૂ.10 નો સિક્કો ડુપ્લિકેટ હોય તેમ તેને હાથ સુદ્ધા અડાડતા અચકાય છે. એક સમય હતો કે શહેર અને ગામડામાં પરચૂરણની ભારે તંગી વર્તાતી હતી.

એસટી તંત્રમાં પણ દોઢ-બે દાયકા પહેલા પરચૂરણની મગજમારીથી બચવા માટે બસની ટિકિટ પાછળ બાકી નીકળતા પૈસા લખી આપી જે તે કંડક્ટર સહી કરી આપતો જે ટિકિટ બસ ડેપોના ઈન્કવાયરી પર જઈને બતાવો એટલે મુસાફરના બાકી નીકળતા છૂટા પૈસા ચૂકવી અપાતા હતા. રૂ.10નો સિક્કો શું કામ લોકો, વેપારીઓ કે પરચૂરણ ધંધાર્થી સ્વીકારતા નથી તે કોયડો બની ગયો છે. ગુજરાતના અન્ય મહાનગરો કે નાના શહેરોમાં રૂ.10 નો સિક્કો ચલણમાં અમલમાં છે. ત્યારે મહીસાગર જિલ્લામાં ન ચાલતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...