રોષ:વિરપુરમાં લીલા વૃક્ષોના આડેધડ નિકંદનથી રોષ

વિરપુર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તંત્રની નજર હેઠળ લીલા વૃક્ષોનું માફીયાઓ દ્વારા હેરાફેરી કરાઇ રહી છે

વિરપુર તાલુકામાં છેલ્લા બે વર્ષથી નવીન રોડની કામગીરી કામગીરી ચાલી રહી છે ત્યારે નવીન રોડનું નિર્માણ માટે લીલા વૃક્ષોનું ઠેર ઠેર નિકંદન કાઢી નાખ્યું છે. ટ્રક અને ટેમ્પા જેવા વાહનોમાં હેરાફેરી થતી હોય છે તેમ છતાં સ્થાનિક તંત્ર દ્વારા અસરકારક કામગીરી હાથ ન ધરાતા પર્યાવરણ પ્રેમીઓમા તંત્ર સામે રોષ છવાયો છે. પંથકના વિસ્તારમાં લીલા વૃક્ષોનું નિકંદન થઇ રહ્યું હોવાની બુમો ઉઠવા પામી છે.

ફોરેસ્ટ વિભાગ સહિત સ્થાનિક તંત્ર નિયમોને બાજુમાં મુકીને વૃક્ષોનું છડેચોક નિકંદન થઇ રહ્યું છે ટ્રક, ટેમ્પા અને ટ્રેકટર જેવા વાહનોના ભરીને બિંદાસથી જાહેર માર્ગ પરથી હેરાફેરી થઇ રહી છે જવાબદાર તંત્ર દ્વારા તાલુકા પંથકમાં કોઇ જ અસરકારક કાર્યવાહી હાથ ન ધરાતા લાકડાનો ધંધો કરનારાઓને ઘી કેળા થઇ ગયા છે. તંત્રનો ડર કોઇ જ ન હોવાથી દિવસ અને રાત્રીના સમયે જાહેર માર્ગ પરથી લાકડા ભરેલ વાહનોની હેરાફેરી થતી હોય છે ત્યારે તંત્ર દ્વારા કોઇ જ રોકટોક સહિત તપાસણી પણ કરાતી નથી.

મારી જાણમાં નથી, હું તપાસ કરાવીશ
હાલ કયા વિસ્તારમાંથી વૃક્ષ કટિંગ થઇ રહ્યા છે તે અમારી જાણ બહાર છે. હુ તપાસ કરાવી લઈશ. જો રોડ બનાવવા માટે વૃક્ષ કટિંગ થતા હોય તો વન વિભાગની લેખિત મંજૂરી લેવામાં આવતી હોય છે. > સુવેરા જેઠાભાઇ, આર.એફ.ઓ.

અન્ય સમાચારો પણ છે...